Get The App

કટોસણ અને મહેસાણામાંથી દારૂ તથા ઉદરેસણ પરામાંથી જુગારધામ ઝડપ્યું

- મહેસાણા એલસીબીએ ત્રણ રેડ

- પ્રોહિબીશનમાં બે કેસમાં 264 બોટલ, 5 બિયરટીન તથા 75000નો જુગાર ઝડપી કાર્યવાહી હાથ ધરી

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
કટોસણ અને મહેસાણામાંથી દારૂ તથા ઉદરેસણ પરામાંથી જુગારધામ ઝડપ્યું 1 - image

મહેસાણા,તા.01 જૂન 2020, સોમવાર

મહેસાણા એલસીબી પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં દારૃ અને જુગારની જુદીજુદી રેઈડ કરવામાં આવી હતી. જેમાં કટોસણ ગામેથી વિદેશી દારૃની ૧૩૧૬૧ બોટલસાથે એક શખસ ઝડપાયો હતો. જ્યારે મહેસાણા શહેરના કસબા વિસ્તારમાંથી ૧૩૫ બોટલ દારૃ તથા ૫ બીયર ટીન ઝડપાયા હતા. તેમજ કટોસણના ઉદરેસણ પરાની સીમમાંથી ૭૫૦૦૦ના મુદ્દામાલ સાથે પાંચ જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા.

મહેસાણા પોલીસ અધિક્ષકની સૂચનાથી પી.એ.પરમાર, પોલીસ ઈન્સ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહેસાણા તથા પોલીસ સબ ઈન્સ. આર.જી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ. આર.કે.પટેલ તથા એલસીબી ટીમ દ્વારા મહેસાણા જિલ્લામાં દારૃ-જુગાર અંગેની જુદીજુદી જગ્યાએ રેઈડ કરવામાં આવી હતી. જેમાં તા.૩૧-૫-૨૦૨૦ના કટોસણ ગામે ઝાલા મહેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ જગુભા રહે.કટોસણ, તા.જોટાણા, જિ.મહેસાણાવાળાના મકાનની પાછળથી ભારતીય બનાવટની વિદેશી દારૃની નાની બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ-૧૨૯ કિ.રૃ.૧૩૧૬૧નો મુદ્દામાલ પકડી તેની વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સદર આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ રેઈડ દરમિયાન હાજર મળ્યો ન હતો. 

તથા મહેસાણા શહેર વિસ્તારમાં કસ્બા છીંદીવાડી ખાતે લુહાણી યુસુફભાઈ રહીમભાઈના કબજા ભોગવટા વાળા મકાનમાં લુહાણી યુસુફભાઈ રહીમભાઈ રહે.મહેસાણા સાહિલ સોસાયટી શોભાસણ રોડ તથા કુરેશી હસન રસુલભાઈ રહે.મહેસાણા કસ્બા લવાર ચકલા, તા.જિ.મહેસાણાવાળાઓએ એકબીજાના મેળાપીપણામાં ભારતીય બનાવટની વિદેશી દારૃની બોટલ નંગ-૧૩૫ તથા બિયરના ટીન નંગ-૫ પોતાના મકાનમાં સંતાડી રાખી પોલીસ રેડ દરમિયાન દારૃની બોટલો ટીન લાકડાના ધોકાથી તોડી ફોડી નાખી આરોપીઓએ દારૃના જથ્થાનો નાશ કરી નાસી ગયેલ. જે જગ્યાએથી દારૃની નાની બોટલ ૩ કિ.રૃ.૫૦૦ની દારૃ ભરેલ મળી આવેલ હોઈ તેઓની વિરુદ્ધમાં મહેસાણા શહેર એ ડીવીઝન પો.સ્ટે.માં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે કટોસણ ગામ ઉદરેસણ પરાની સીમમાં બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યાએ જુગાર ચાલતો હોવાની હકીકત આધારે એલસીબી દ્વારા રેીડ કરતા આરોપીઓ ઝાલા ભરતસિંહ ઉર્ફે પીન્ટુ લાલસિંહ રહે.કટોસણ, શાહ મહેશ પ્રેમચંદભાઈ રહે.મહેસાણા, વાઘેલા વિક્રમસિંહ ભારૃભા રહે.કડી, ઠાકોર અલ્પેશ અજમલજી રહે.મહેસાણા, બેલીમ શાહરૃખ હૈદરભાઈ રહે.મહેસાણા, મનસુરી વસીમ સુલતાનભાઈ રહે.મહેસાણા, પઠાણ રફીક નુરમહંમદ રહે.મહેસાણાવાળાઓને જુગારના સાધન સાહિત્ય સહિત તથા રોકડ રકમ રૃ.૭૫૦૦૦ સાથે પકડી પાડી સાંથલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અધિનિયમ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Tags :