પશુપાલન વિભાગમાં ફરજ બજાવતાં ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાના પત્નિ કોરોનામાં સપડાયા
- કલોલના રકનપુરમાં રહેતા અને
ગાંધીનગર, તા. 1 ઓગસ્ટ, 2020, શનિવાર
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાના પ૬ વર્ષીય પત્નિનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલોલના રકનપુર ખાતે રહેતા આ પોઝિટિવ દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયારે ધારાસભ્ય કવોરેન્ટાઈન થઈ ગયા છે. ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાના પત્નિ કે જેઓ સરકારના પશુપાલન વિભાગના નિયામક તરીકે ફરજ બજાવે છે. આ મહિલા અધિકારીનો કોરોના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તાવ સહિતની તકલીફ હોવાના પગલે આ મહિલા અધિકારીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે તેમના પતિ ડો.સી.જે.ચાવડા સેલ્ફ કવોરેન્ટાઈન થઈ ગયા છે તો બીજી બાજુ ફરજના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં આ મહિલા અધિકારીને જસદણના ધારાસભ્ય અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાને મળવાનું થયું હતું. જેથી મંત્રી પણ આગામી પ્રવાસ મોકુફ રાખીને કવોરેન્ટાઈન થઈ ગયા છે. સાથી બે અધિકારીઓ પણ કવોરેન્ટાઈન થઈ ગયા છે.