ગાંધીનગર તાલુકામાં 17 મળી જિલ્લામાં કુલ 25 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં
 ગાંધીનગર, તા. 30 જુલાઇ 2020, ગુરુવાર
ગાંધીનગર, તા. 30 જુલાઇ 2020, ગુરુવાર
ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી આજે ૧૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી રપ દર્દી મળી છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩૭ પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયાં છે. ગાંધીનગર તાલુકામાં આજે એક જ દિવસમાં ૧૭ કેસ સામે આવી રહ્યા છે. જેમાં આલમપુર ખાતે આવેલાં મીલીટ્રી સ્ટેશનનો જવાન પણ કોરોનામાં સપડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર તાલુકાના લગભગ તમામ ગામો કોરોનાથી ચેપગ્રસ્ત થઇ ગયા છે. ત્યારે પેથાપુર અને વાવોલમાં ચિંતાજનક રીતે કોરોના પ્રસરી રહ્યો છે. વાવોલમાં આજે બે યુવાન અને એક વૃદ્ધ કોરોનામાં પટકાયા છે. જ્યારે પેથાપુરમાંથી પણ આજે ત્રણ કેસ સામે આવી રહ્યાં છે. જેમાં ૪૪ વર્ષિય અને ૫૨ વર્ષિય મહિલા તથા એક યુવાનનો સમાવેશ થાય છે.કુડાસણ વિસ્તારમાંથી એક યુવક, એક યુવતિ ઉપરાંત ૭૦ વર્ષિય વૃદ્ધ કોરોનામાં સપડાયાં છે. જ્યારે ઉવારસદમાંથી આજે ત્રણ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. મીલીટ્રી સ્ટેશનમાંથી આજે ત્રીજો જવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે તાલુકાના જલુંદ, અડાલજ, ઝુંડાલ અને શેરથામાંથી એક-એક કેસ મળી આવ્યા છે. દહેગામના ઝીંડવા ગામમાંથી વધુ એક કેસ સામે આવ્યો છે. ૨૦ વર્ષિય યુવાન કોરોનાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માણસાના ઇશ્વરપુરા અને ચરાડામાંથી અનુક્રમે ૭૬ વર્ષિય વૃદ્ધ તથા ૨૮ વર્ષિય યુવતિ કોરોના પોઝિટિવ મળી આવી છે. કલોલ શહેરી વિસ્તારમાંથી બે જ્યારે ગ્રામ્યવિસ્તારમાંથી ત્રણ મળી કુલ પાંચ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. બોરીસણા,ધાનોટ અને મોટીભોયણમાંથી એક એક પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
| ક્રમ | ઉંમર | પુ./સ્ત્રી | વિસ્તાર | 
| ૧ | ૬૬ | પુરુષ | ઉવારસદ | 
| ૨ | ૭૦ | સ્ત્રી | ઉવારસદ | 
| ૩ | ૪૬ | પુરુષ | ઉવારસદ | 
| ૪ | ૨૫ | સ્ત્રી | કુડાસણ | 
| ૫ | ૩૫ | પુરુષ | કુડાસણ | 
| ૬ | ૭૦ | પુરુષ | કુડાસણ | 
| ૭ | ૪૫ | પુરુષ | પેથાપુર | 
| ૮ | ૪૪ | સ્ત્રી | પેથાપુર | 
| ૯ | ૫૨ | સ્ત્રી | પેથાપુર | 
| ૧૦ | ૨૪ | પુરુષ | વાવોલ | 
| ૧૧ | ૩૩ | પુરુષ | વાવોલ | 
| ૧૨ | ૭૭ | પુરુષ | વાવોલ | 
| ૧૩ | ૨૧ | પુરુષ | મીલીટ્રી સ્ટેશન આલમપુર | 
| ૧૪ | ૩૦ | પુરુષ | જલુંદ | 
| ૧૫ | ૨૬ | સ્ત્રી | અડાલજ | 
| ૧૬ | ૪૫ | પુરુષ | ઝુંડાલ | 
| ૧૭ | ૬૪ | સ્ત્રી | શેરથા | 
| ૧૮ | ૨૦ | પુરુષ | ઝીંડવા | 
| ૧૯ | ૭૬ | પુરુષ | ઇશ્વરપુરા | 
| ૨૦ | ૨૮ | પુરુષ | ચરાડા | 
| ૨૧ | ૫૮ | પુરુષ | બોરીસણા | 
| ૨૨ | ૪૦ | સ્ત્રી | ધાનોટ | 
| ૨૩ | ૩૫ | સ્ત્રી | મોટીભોયણ | 
| ૨૪ | ૪૭ | પુરુષ | કલોલ અર્બન-૧ | 
| ૨૫ | ૨૬ | પુરુષ | કલોલ અર્બન-૧ | 


