Get The App

કન્સ્ટ્રકશન સાઈટ પાસે ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- ઘ-0થી સરગાસણ વચ્ચે બનતાં ઓવરબ્રીજની

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
કન્સ્ટ્રકશન સાઈટ પાસે ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 1 - image


ગાંધીનગર, તા. 18 જુલાઇ 2020, શનિવાર

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ઈન્ફોસીટી પોલીસે ઘ-૦થી સરગાસણ જવાના માર્ગ ઉપર ઓવરબ્રીજની કન્સ્ટ્રકશન સાઈટ પાસે ઓરડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. ૧પ૬ બોટલ દારૂ અને મોપેડ મળી ૧.ર૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે આ દારૂના જથ્થાને પકડવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ દોડધામ કરી રહી છે. ત્યારે ઈન્ફોસીટી પીઆઈ એસ.જે.રાજપુતે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રીય કરી આવો દારૂનો જથ્થો પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ઘ-૦થી સરગાસણ જવાના માર્ગ ઉપર બની રહેલા ઓવરબ્રીજ કન્સ્ટ્રકશન સાઈટની ઓરડી પાસે એક શખ્સ મોપેડ લઈને ઉભો હતો. જેનું નામ પુછતાં જીતેન્દ્ર ગોપાલદાસ રીજવાણી રહે.ક્રિષ્નાપાર્ક નાના ચિલોડા હોવાનું બહાર આવ્યું હતું. જેને સાથે રાખી ઓરડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની ૧પ૬ બોટલ મળી આવી હતી. ઓરડીમાં હાજર અન્ય શખ્સો દશરથ નાનજીભાઈ રાવળ રહે.ભાટ તથા રવિ દીલીપભાઈ લાલવાણી રહે. સરદારનગરને પણ પોલીસે ઝડપી પાડયા હતા. વિદેશી દારૂ, મોપેડ અને ત્રણ મોબાઈલ મળી ૧.ર૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

લકઝરી બસમાં વધુ એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૂ પકડાયો

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે રાજસ્થાન તરફથી આવતાં વાહનોને તપાસવા માટે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે ખાસ ટીમો ગોઠવવામાં આવી છે. જે ટીમો દ્વારા અવારનવાર વાહનોમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે ત્યારે અહીંથી પસાર થતી એસટી અને લકઝરી બસોમાં પણ તપાસ કરાઈ રહી છે અને તેમાં ઘણા મુસાફરો દારૂના જથ્થા સાથે પકડાઈ ચુકયા છે ત્યારે ગઈકાલે હિંમતનગર તરફથી આવતી વધુ એક લકઝરી બસમાંથી પોલીસે રાજસ્થાનના ખેરવાડાના ચિતોડ ગામે વિશાલ દીલીપભાઈ ગરાસીયાને વિદેશી દારૂની ૧ર બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેની સામે પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે. 

Tags :