Get The App

ઉત્તર ગુજરાતમાં વધુ 22 કોરોના પોઝિટીવ કેસ ઉમેરાયા

- અનલોક-01માં કોરોનાનો કહેર યથાવત રહ્યો

- સૌથી વધુ બનાસકાંઠા-10,માણસા-5, પાટણ-૪ અને મહેસાણા-૪ કેસ નોંધાયાઃ ઉ.ગુ.ના કુલ કેસો 331 થયા

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં વધુ 22 કોરોના પોઝિટીવ કેસ ઉમેરાયા 1 - image

મહેસાણા, પાલનપુર, પાટણ, માણસા, તા.3 જૂન 2020, બુધવાર

અનલોક ૦૧માં વ્યાપક છુટછાટ મળતાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં બુધવારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10, માણસા તાલુકામાં 5, પાટણ જિલ્લામાં 3 અને મહેસાણામાં ૧ મળીને કોરોના પોઝિટીવ ૧૯ નવા કેસો ઉમેરાયા છે. જેના પગલે લોકોમાં વ્યાપક ફફડાટ ફેલાયો છે. મહેસાણા જિલ્લાના જોટાણામાં લોકોએ સ્વયંભુ સતત ત્રણ દિવસ આખુ ગામ બંધ રાખવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે, મહેસાણા જિલ્લામાં અત્યારસુધી ૧૨૦, બનાસકાંઠા જિલ્લામાં ૧૨૬ અને પાટણ જિલ્લામાં ૮૫ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. 

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા ૬૬ દિવસના ચાર તબક્કામાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. હવે, ૧ જુનથી અનલોક ૦૧નો પ્રારંભ કરવામાં આવતા વેપાર ધંધા અને લોકોની અવરજવર સહિત મોટાભાગની છુટછાટ આપવામાં આવી છે. આગામી ૮ જુનથી ધાર્મિક સ્થાનો, હોટલો, મોલ અને સિનેમાગૃહો શરૃ થાય તેવી શક્યતા છે. આમ, લોકડાઉનમાં વ્યાપક છુટછાટ મળતાં લોકો જાણે જીવલેણ સાબિત થયેલા કોરોનાને ભુલ્યા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોવિડ-૧૯ અંતગર્ત જાહેર કરવામાં આવેલા નિર્દેશોનો સરિયામ ભંગ થતો જોવા મળે છે. પરિણામે આ પંથકમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં રોજે રોજ વધારો થઇ રહ્યો છે. બુધવારે ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લા ઉપરાંત ગાંધીનગર માણસા તાલુકામાં -૪ મળી કુલ ૨૦ કોરોના પોઝિટીવ કેસો સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. તકેદારીના ભાગરૃપે પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

કડીમાં-૩ અને ગોઝારીયામાં-૧ કોરોના પોઝીટીવ કેસ 

ઉત્તર ગુજરાતમાં વધુ 22 કોરોના પોઝિટીવ કેસ ઉમેરાયા 2 - imageકડી તાલુકામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. બુધવારે વધુ ત્રણ કેસ ઉમેરાયા છે. જ્યારે મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામનો ૩૦ વર્ષિય યુવાન જયેશકુમાર દડીયાનો બુધવારે રીપોર્ટ પોઝિટીવ આવતાં જિલ્લામાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૧૧૭ થઇ છે. યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા મહેસાણાની સાઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે કડીની ધરતી સીટીમાં રહેતા સૌરભ કાંન્તીલાલ પટેલ, જલધારા સોસાયટીમાં રહેતા બળદેવભાઈ પટેલ અને ઈરાણા રોડ ઉપર રહેતા સંજીવ એમ. રાયનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. મહેસાણા જિલ્લામાં અત્યાસુધી આરોગ્યતંત્ર દ્વારા ૧૫૮૪ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૪૨૨ સેમ્પલ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ જિલ્લામાં ૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૭૯ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ૯ કોરોના ગ્રસ્ત વ્યક્તિ મોત થયા છે. 

પાટણ જિલ્લામાં વધુ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા

ઉત્તર ગુજરાતમાં વધુ 22 કોરોના પોઝિટીવ કેસ ઉમેરાયા 3 - imageપાટણ જિલ્લામાં હાલમાં એક માત્ર પાટણ શહેરમાં કોરોના સૈથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બુધવારે પાટણ શહેરમાં વધુ ત્રણ પુરૃષો કોરોનામાં સપડાયા હતા. જેમાં મદારાસની ગોલવાડ વિસ્તારના ૬૩ વર્ષીય પુરૃષને તાવ અને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. તો મીરા દરવાજા વિસ્તારના ૪૨ વર્ષીય પુરૃષને ખાંસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જ્યારે ચાંચરિયા ચોક વિસ્તારમાં ૪૦ વર્ષીય પુરૃષને ખાંસી તેમજ છાતીમાં દુખાવો થતા આ ત્રણેય દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. જોકે આ ત્રણેય દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીન હોઇ લોકલ ચેપ લાગ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યુ હતું. જેને લઇ પાટણ શહેરમાં કોરોના પોઝિટીવ કુલ આંક ૨૪ પર પહોંચી ગયો છે. તો જિલ્લામાં કુલ પોઝિટીવ આંક ૮૫ પર પહોંચી ગયો છે. જેમાં શંકાસ્પદ ૧૬૩ દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ રહેલ છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮૫ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સિધ્ધપુર તાલુકામાં ૧૮, સરસ્વતી તાલુકામાં ૧૮, ચાણસ્મા તાલુકામાં ૩, હારીજ તાલુકામાં ૧, પાટણ શહેર તાલુકામાં ૩૪ , સમી તાલુકામાં ૫, રાધનપુર તાલુકામાં ૩, શંખેશ્વર તાલુકો ૩ મળી કુલ ૮૫ કેસ પોઝિટીવ નોંધાયા છે. જેમાં પાટણ તાલુકો ૩૪ કેસ સાથે સૌથી મોખરે છે.

ઉત્તર ગુજરાતના કોરોનાગ્રસ્ત દર્દીઓ

લુહાર ભારતીબેન કરશનભાઇ ઉ.વ.૨૧ રહે.ધ્રાંડવ, તા.દિયોદર

ઠાકોર સુરેશભાઇ રાજુભાઈ ઉ.વ.૨૪ રહે.ધ્રાંડવ, તા.દિયોદર

ઠાકોર સુરેખાબેન ગોવિંદભાઇ ઉ.વ.૨૬ રહે.ધ્રાંડવ, તા.દિયોદર

પરમાર હેત્તલબેન પ્રકાશભાઇ ઉ.વ.૨૫ રહે.સોની,તા.દિયોદર 

ઠાકોર વનરાબેન સિધ્ધરાજભાઇ ઉ.વ.૨૫ રહે.સોની, તા.દિયોદર

કાનજીભાઇ રૃપાભાઇ બારોટ ઉ.વ.૨૫ મીઠી પાલડી, તા.દિયોદર

ઠાકોર ગોડાભાઇ કરશનભાઇ ઉ.વ.૩૫ રહે.દિયોદર

ઠાકોર અત્તરા બેન મહેશભાઇ ઉ.વ.૨૧ રહે.લાખણી

ક્યુમભાઇ બરકતઅલી ખોખરા ઉ.વ.૩૦ રહે.ડીસા

પંચાલ યોગેશભાઇ રસીકભાઇ ઉ.વ.૨૮ રહે.તાણા,કાંકરેજ

જયેશકુમાર જી.કડીયા ઉ.વ.૩૦ રહે.ગોઝારીયા, મહેસાણા

સૌરભ કાન્તિલાલ પટેલ ઉ.વ.૩૩ રહે.કડી

બળદેવભાઇ શકરદાસ પટેલ ઉ.વ.૫૦ રહે.કુંડાળ ,કડી

સંજીવ  એમ.રાય ઉ.વ.૨૬ રહે.ઇરાણા રોડ કડી

સુરેશભાઇ ભીખાભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૯ રહે.ઇન્દ્રપુરા, માણસા

સોમાભાઇ રામજીભાઇ ચૌધરી ઉ.વ.૬૦ રહે.ઇન્દ્રપુરા, માણસા

કમલેશભાઇ બાબુભાઇ ચૌધરી ઉ.વ.૪૦ રહે.ઇન્દ્રપુરા, માણસા

૧૩ વર્ષીય કિશોર રહે.પ્રતાપનગર, માણસા

પરેશભાઇ બાબુભાઈ નાઇ ઉ.વ.૪૧ રહે.ખરણા, માણસા

ગોપેશ મોદી ઉ.વ.૪૦ રહે.પાટણ

રમેશભાઇ મોદી ઉ.વ.૬૩ રહે.પાટણ

મહેન્દ્રભાઇ સોલંકી ઉ.વ.૪૨ રહે.પાટણ

Tags :