કલોલમાંથી વધુ 12 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં
ગાંધીનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર
ગાંધીનગર જિલ્લાના કોરોનાના હોટ સ્પોટ એવા કલોલમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતાં જતાં કેસ અને મૃત્યુઆંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે આરોગ્ય તંત્ર સહિત વહિવટી તંત્ર પણ કલોલના વધતાં જતાં કેસને લઇને ચિંતામાં છે. આજે વધુ ૧૨ પોઝિટિવ દર્દીઓ કલોલ શહેર અને ગ્રામ્યમાંથી પ્રકાશમાં આવ્યાં છે. કલોલ શહેરી વિસ્તારમાં આવેલી સનસીટી રેસીડન્સીમાં રહેતાં પપ વર્ષિય પુરુષ, ૫૩ વર્ષિય મહિલા તેમજ ૨૭ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોરીસણાના પટેલ પાર્કમાં અને જયવીર સોસાયટીમાંથી એક -એક પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવ્યાં છે. આંબેડકરનગરમાં રહેતી ૫૭ વર્ષિય મહિલા, કલોલની ૫૩ વર્ષિય મહિલા, ગ્રીન સોસા.નો ૪૧ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત ધાનજ, હુડકો નાદરી, સઇજ અને પલસાણામાંથી એક-એક કોરોનાના પોઝિટિવ દર્દી આજે નોંધાયા છે. કલોલમાં વધતાં જતાં કેસને લઇને આરોગ્ય તંત્રના અધિકારીઓએ પણ કલોલમાં ધામા નાંખ્યા છે.
ક્રમ ઉંમર પુ./સ્ત્રી વિસ્તાર
૧ ૫૩ સ્ત્રી સનસીટી રેસી. કલોલ
૨ ૫૫ પુરુષ સનસીટી રેસી. કલોલ
૩ ૨૭ પુરુષ સનસીટી રેસી.
૪ ૪૬ પુરુષ પટેલ પાર્ક બોરીસણા
૫ ૫૭ સ્ત્રી આંબેડકરનગર કલોલ
૬ ૫૩ સ્ત્રી કલોલ
૭ ૪૧ પુરુષ ગ્રીન સોસાયટી કલોલ
૮ ૫૫ પુરુષ જયવીર સોસા. બોરીસણા
૯ ૫૦ સ્ત્રી ધાનજ
૧૦ ૬૦ સ્ત્રી હુડકો નાદરી
૧૧ ૪૦ સ્ત્રી સઇજ
૧૨ ૬૨ સ્ત્રી પલસાણા