Get The App

જિલ્લામાં માસ્ક વગરના લોકો પાસેથી અધધ.. 44.74 લાખનો દંડ વસુલાયો

-પોલીસે સૌથી વધુ માસ્કના જાહેરનામાંના ભંગ બદલ 37.30 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો : કલેકટર

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
જિલ્લામાં માસ્ક વગરના લોકો પાસેથી અધધ.. 44.74 લાખનો દંડ વસુલાયો 1 - image


ગાંધીનગર, તા. 4 જુલાઇ 2020, શનિવાર

જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ એક બાજુ વધી રહયું છે અને તંત્ર અનલોકની પ્રક્રિયા આગળ ધપાવી રહયું છે જેના કારણે વેપાર ધંધા અને શોપીંગ સેન્ટરો ફરી ધમધમતાં થઈ ગયા છે. કોરોનાના ખતરા વચ્ચે લોકો સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન પણ કરતાં નથી ત્યારે ફરજિયાત માસ્ક અંગેના જાહેરનામાંનું તંત્ર દ્વારા કડકપણે પાલન કરાવાઈ રહયું છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ર૧૯૭૫ લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ ૪૪.૭૪ લાખ જેટલી અધધ.. રકમ વસુલી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ કહયું હતું કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં આ વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્કનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક લોકો આ નિયમનો ભંગ કરી રહયા છે અને તંત્ર દ્વારા તેનું પાલન કરાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દંડ પૈકી જિલ્લા પોલીસ દ્વારા ૧૮૬૫૩ લોકો પાસેથી ૩૭.૩૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે તો ગાંધીનગર કોર્પોરેશને ૪૩૭ લોકો પાસેથી ૧.૧૦ લાખ, ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં નજર કરીએ તો ગાંધીનગર તાલુકામાં ર૮૦, માણસામાં ૧૦૦, દહેગામમાં ર૧૫ અને કલોલમાં ૩૨૧ વ્યક્તિઓ પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલવામાં આવ્યો છે. જિલ્લાની માણસા, દહેગામ અને કલોલ નગરપાલિકા દ્વારા પણ નિયમ મુજબ દંડ વસુલાઈ રહયો છે. નોંધવું રહેશેકે જો તંત્ર વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે જ લોકો પાસેથી દંડ વસુલી રહયું છે તો તેમને દંડ વસુલ્યા બાદ એક માસ્ક પણ આપવું જ જોઈએ. 

Tags :