Get The App

જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા 7.16 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

- કલોલના વાંસજડામાં એલસીબીનો દરોડો

- નારદીપુરમાં પણ સાત જુગારીને સ્થાનિક પોલીસે ઝડપી લીધા

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા 7.16 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો 1 - image


કલોલ, તા. 15 જુલાઇ 2020, બુધવાર

કલોલના વાંસજડા ગામમાં એલસીબીએ દરોડો કરી જુગાર રમતા ૯ જુગારીને રંગેહાથે ઝડપી લઇ રોકડ અને મોબાઇલ ફોન તેમજ વાહનો મળી કુલ ૭.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કલોલ તાલુકા પોલીસે પણ નારદીપુર ગામમાં દરોડો કરી જુગાર રમતા સાત શખ્સોને પાંચ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

કોરોના વાયરસની મહામારીમાં તકેદારી રૂપે લોકો ટોળે ના વળે અને માસ્ક તથા સોશ્યલ ડીસ્ટસીંગનું ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવી મહામારીમાં પણ અસામાજીક તત્વો જુગારની પ્રવૃત્તિ આચરતા હોવાથી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જુગારના કેસો પકડી પાડી જુગારીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેથી ગાંધીનગર એલસીબી-૧ના પીએસઆઇ ડી.એસ.રાઓલ તથા એ.એ.આઇ ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ, કોન્સ્ટેબલ રાજવીરસિંહ, વિજયસિંહ અને અનોપસિંહ સહિતનો સ્ટાફ સાંતેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વખતે કોસ્ટેબલ રાજવીરસિંહને બાતમી મળી હતી કે વાંસજડા ગામમાં રહેતો હરેશ મોતીભાઇ કાપડિયા પોતાની માલિકીના કાચા છાપરામાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. જેથી ગઇકાલે એલસીબીએ દરોડો કરી જુગાર રમતા હરેશ મોતીભાઇ કાપડિયા રહે.વાંસજડા, કૌશલ અરવિંદભાઇ પરમાર રહે.સુમન પાર્ક સોસાયટી કલોલ પૂર્વ, કૃણાલ વિષ્ણુભાઇ પરમાર રહે.મજૂર હાઉસીંગ સોસાયટી કલોલ પૂર્વ, વિજય રમેશભાઇ રાઠોડ રહે. મજૂર હાઉસીંગ સોસાયટી કલોલ પૂર્વ, હાર્દિક ચંદુલાલ બેન્કર રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કલોલ પૂર્વ, હર્ષદ બળદેવભાઇ જાદવ રહે.માનવ મંદિર-૧, રેલ્વે પૂર્વ કલોલ, મિતુલ રમેશભાઇ મકવાણા રહે.મજૂર હાઉસિંગ સોસાયટી કલોલ પૂર્વ, રોહિત જીવણલાલ સોલંકી રહે.મજૂર હાઉસિંગ સોસાયટી કલોલ પૂર્વ, જીગર બાબુલાલ મહેરિયા રહે.ફતેપુરા સોસાયટી કલોલ પૂર્વનાઓ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૭૯૮૦૦ની રોકડ તથા ૯ મોબાઇલ ફોન , ચાર બાઇક અને કાર મળી કુલ રૂપિયા ૭,૧૬,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. ત્યારે કલોલ તાલુકા પોલીસે પણ બાતમીને આધારે ગઇકાલે મોડી સાંજે નારદીપુર ગામની સીમમાં આવેલા ખરાબામાં દરોડો કરી જુગાર રમતા સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરભા બહાદુરસિંહ વાઘેલા, ભીખાજી રાજાજી ઠાકોર, લક્ષ્મણજી રેવાભાઇ પરમાર, ચંદુ વીરાભાઇ રાવળ, વિપુલસિંહ કિરીટસિંહ વાઘેલા, વિજયસિંહ નિકુલસિંહ વાઘેલા અને અરજણજી અમાજી ઠાકોરને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૫૧૩૦ની રોકડ રકમ કબ્જે લઇ જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી.

Tags :