Get The App

ગાંધીનગર તાલુકામાંથી 9 જ્યારે કલોલમાંથી નવા 8 મળી શહેર અને જિલ્લામાં કુલ 30 દર્દીઓ ઉમેરાયાં

- જિલ્લામાં 3 જ દિવસમાં કોરોનાના 100 કેસ

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીનગર તાલુકામાંથી 9 જ્યારે કલોલમાંથી નવા 8 મળી શહેર અને જિલ્લામાં  કુલ 30 દર્દીઓ ઉમેરાયાં 1 - image


ગાંધીનગર, તા. 11 જુલાઈ 2020, શનિવાર

ગાંધીનગર શહેરમાં તા.૧૯ માર્ચે પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો હતો. ત્યારબાદ ૫૧ દિવસે એટલે કે તા.૯મી મેએ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૦૦ સુધી પહોચ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં જ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૦૦ સુધી પહોંચી ગયો છે.ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે વધુ ૩૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. જેમાં પાટનગરમાંથી ૧૧ જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવ અને કલોલમાંથી નવ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. 

ગાંધીનગર શહેર નજીકના તેમજ તાલુકાના ગામોમાંથી આજે વધુ નવ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. ગઇકાલની જેમ કુડાસણમાંથી આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં સરકારી લેબોરેટરીમાં ફરજ બજાવતો ૪૯ વર્ષિય કોરોના વોરિયર્સ સંક્રમિત થયો છે. આ ઉપરાંત ૪૮ વર્ષિય ગૃહિણી અને ૬૫ વર્ષિય નિવૃત્ત તબીબ પણ કોરોનામાં સપડાયાં છે. ન્યુ કોબામાં રહેતી ૬૩ વર્ષિય ગૃહિણી, ઝુંડાલમાં રહેતો ૨૯ વર્ષિય એન્જિનીયર યુવાન તથા નાના ચિલોડાની ૩૦ વર્ષિય શિક્ષિકાનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે શેરથામાં રહેતી ૧૫ વર્ષિય કિશોરી પણ કોરોનામાં સપડાઇ છે. તો ૬૧ વર્ષિય શિહોલી મોટીના વૃદ્ધ અને ૪૬ વર્ષિય ભોયણરાઠોડનો શ્રમજીવીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

માણસા શહેર અને તાલુકામાં અન્ય વિસ્તાર કરતાં કોરોનાની સ્થિતિ સારી છે. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી માણસા શહેરમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી તાવ સહિતની તકલીફ થતાં ૭૫ વર્ષિય વૃદ્ધનો કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. જ્યારે માણસામાં રહેતો અને ખાનગી નોકરી કરતો ૩૯ વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

વધતાં જતાં કોરોના પોઝિટિવ દર્દીઓ ઉપરાંત મૃત્યુના કિસાને લઇને ગાંધીનગર જિલ્લામાં કલોલ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે ત્યારે કલોલમાં આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા માટે ઉચ્ચકક્ષાએથી સુચનાઓ મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ દોડતાં થયાં છે અને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ સહિત અનલોકના નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે આવી સ્થિતિમાં કલોલમાંથી કોરોનાના દર્દીઓ વધતાં જાય છે. આજે વધુ આઠ પોઝિટિવ દર્દીઓ કલોલ શહેર અને તાલુકામાંથી સામે આવ્યાં છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે છત્રાલમાં રહેતો અને છુટક મંજુરી કરતો ૪૩ વર્ષિય શ્રમિક કોરોનામાં સપડાયો છે. જ્યારે બોરીસણામાં પિતા-પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોરીસણાના સુરભી રો હાઉસમાં રહેતા અને અર્ધસરકારી ક્ષેત્રે સેવક તરીકે ફરજ બજાવતાં ૫૭ વર્ષિય પુતા અને તેનો ૨૮ વર્ષિય પુત્ર કે જે અભ્યાસ કરે છે તે બંને કોરોનામાં સપાડાયાં છે. કલોલમાં રહેતો ૩૧ વર્ષિય યુવાન જે સરકારી કર્મચારી છે તે પણ કોરોનામાં સપડાયો છે. આ ઉપરાંત કલોના શપથ હાઇટ્સમાં  રહેતી ૪૫ વર્ષિય ગૃહિણીનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કલોલ સઇજમાં આવેલો પાર્થ બંગલોઝ, સામર્થ્ય બંગલોઝમાંથી 

પણ એક-એક પોઝિટિવ દર્દી નોંધાયાં છે. 

ક્રમ ઉંમર પુ./સ્ત્રી વિસ્તાર

૬૫ પુરુષ કુડાસણ

૪૯ પુરુષ કુડાસણ

૪૮ સ્ત્રી કુડાસણ

૬૩ સ્ત્રી ન્યુ કોબા

૨૯ પુરુષ ઝુંડાલ

૩૦ સ્ત્રી નાના ચિલોડા

૧૫ સ્ત્રી શેરથા

૬૧ પુરુષ શિહોલી મોટી

૪૬ પુરુષ ભોયણરાઠોડ

૧૦ ૭૫ પુરુષ માણસા

૧૧ ૩૯ પુરુષ માણસા

૧૨ ૪૩ પુરુષ છત્રાલ

૧૩ ૪૫ સ્ત્રી શપથ હાઇટ્સ

૧૪ ૫૦ સ્ત્રી પાર્થ બંગલોઝ સઇજ, કલોલ

૧૫ ૫૦ પુરુષ સુરભી રો હાઉસ બોરીસણા

૧૬ ૨૮ પુરુષ સુરભી રો હાઉસ બોરીસણા

૧૭ ૫૪ પુરુષ સામર્થ્ય બંગ્લોઝ

૧૮ ૩૧ પુરુષ કલોલ અર્બન

૧૯ ૪૫ પુરુષ કલોલ અર્બન

Tags :