Gujarat

કડીમાંથી 9.92 લાખની પ્રતિબંધિત ચાઇના દોરીનો મુદ્દામાલ ઝડપાયો

By GS Team
18 Dec 20211 min read
This article was originally published on 18 Dec 2021
કડીમાંથી 9.92 લાખની પ્રતિબંધિત ચાઇના દોરીનો મુદ્દામાલ ઝડપાયો

કડી,તા.18

કડી પોલીસને શુક્રવારે ખાનગી માહિતીને પગલે કડી શહેરમાં એસ.વી.કેમ્પસની પાછળ આવેલ ૨૭ના મેદાનમાંથી લાખો રૃપિયાની પ્રતિબંધિત ચાઇના દોરી ભરેલ મેટાડોર સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.

મકરસંક્રાંતિ નો તહેવાર નજીક આવી રહ્યો છે તેવામાં કેટલાક ઈસમો દ્વારા અંગત આથક ફાયદા માટે ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી વેચાણ કરવાની શરૃઆત કરી દીધી છે.મકરસંક્રાંતિ નિમિતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી ૧૩/૧૨/૨૦૨૧ થી ૧૭/૦૧/૨૦૨૨ સુધી ચાઇનીઝ દોરી અને તુક્કલોના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કડી પોલીસ સ્ટેશનના  પી.એસ.આઇ.ધાસુરાને ખાનગી માહિતી મળી હતી કે દલવાડી જગદીશભાઈ ભરતભાઈ માણસો રાખી શહેરના ૨૭ના મેદાનમાં ચાઇના દોરીનું મેટાડોર ભરી લાવી વેચાણ કરે છે. જેથી કડી પોલીસે માહિતીના આધારે રેડ કરતા ૨૭ ના મેદાનમાં અંદરની બાજુમાં પડેલ મેટાડોરની બાજુમાં ઊભેલા બે ઇસમોને ઝડપી પાડી અંદર તપાસ કરતા ખાખી કલરના ૪૪ બોક્સમાં ચાઇના દોરીના રીલ મળી આવ્યા હતા. કડી પોલીસે ચાઇના દોરી કી.૭,૯૨,૦૦૦ અને ૭૦૯ મેટાડોર  કી.રું.૨,૦૦,૦૦૦ મળી કુલ રૃ.૯,૯૨,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બે ઈસમો વિરૃદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.