Get The App

રાંદેસણના 66 વર્ષિય વૃધ્ધનું કોરોનાથી મોત : નવા 33 કેસ

- પેથાપુર અને વાવોલમાં ફેલાતું જતું કોરોનાનું સંક્રમણ ચિંતાજનક કલોલમાંથી વધુ છ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
રાંદેસણના 66 વર્ષિય વૃધ્ધનું કોરોનાથી મોત : નવા 33 કેસ 1 - image


ગાંધીનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર

ફરી લોકડાઉનની માંગ વચ્ચે કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં અગાઉ કલોલમાંથી સૌથી વધારે પોઝિટિવ કેસ આવતાં હતાં ત્યારે હવે ગાંધીનગર તાલુકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજે એક જ દિવસમાં ગાંધીનગર તાલુકામાંથી ૧૮ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં વાવોલ અને પેથાપુરમાં મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે. તો રાંદેસણમાં રહેતાં ૬૬ વર્ષિય પુરુષનું કોરોનાથી મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર સિવિલમાં દાખલ દર્દીનું આજે અવસાન થયું છે. 

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. આજે નવા ૩૩ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરી વિસ્તાર એટલે કે પાટનગરમાંથી છ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સેક્ટર-૬/બીમાં રહેતા ૬૮ વર્ષિય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયાં છે. ઘરે જ રહેતાં આ વૃદ્ધ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. સેક્ટર-૨૯માં રહેતાં ૫૭ વર્ષિય પુરુષનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ઘરના બે વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જીઇબી કોલોનીમાંથી આજે વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તમિલનાડુથી ચાર દિવસ પહેલાં આવેલાં ૪૯ વર્ષિય પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે સંપર્કમાં આવેલા પાંચ સભ્યોને કવોરેન્ટાઇન કરાયાં છે. ૨૭ વર્ષિય ખાનગી ડેન્ટીટ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જીઈબીમાં રહેતા આ ડોક્ટરને સારવાર આપવામાં આવી રહી છે. ઇન્ફોસીટી ટાઉનશીપમાં કોરોના પ્રવેશ્યો છે. એક સાથે બે પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ટાઉનશીપમાં રહેતી ૩૮ વર્ષિય ગૃહિણી અને ૧૮ વર્ષિય યુવાન કોરોનામાં પટકાયા છે. આ બંનેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કલોલ બાદ હવે ગાંધીનગર તાલુકામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આજે એક દિવસમાં વધુ ૧૮ પોઝિટિવ દર્દી સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં પેથાપુર અને વાવોલના પાંચ-પાંચ દર્દીનો સમાવેશ થાય છે. પેથાપુરમાં એક જ પરિવારની ૪૦ વર્ષિય માતા તથા યુવાન બે દિકરાઓ કોરોનામાં સપડાયાં છે. આ ઉપરાંત પેથાપુરમાં રહેતાં ૬૨ વર્ષિય વૃધ્ધ પણ સંક્રમિત થયા છે. જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો ૪૪ વર્ષિય સરકારી કર્મચારી પણ સંક્રમિત થયો છે. જેના પગલે ગઇકાલે જ પંચાયતના આ વિભાગમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. વાવોલમાંથી પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં ઘરે જ રહેતાં ૬૪ વર્ષિય અને ૬૦ વર્ષિય વૃધ્ધો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સરકારી નોકરી કરતો ૩૭ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાવોલમાં રહેતા ૪૮ વર્ષિય વેપારીનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ખાનગી નોકરી કરતો અડાલજનો ૪૨ વર્ષિય યુવાન, ભાટનો ૪૧ વર્ષિય યુવાન, રાંદેસણનો ૪૦ વર્ષિય યુવાન, સુઘડનો ૨૭ વર્ષિય યુવાન ઉપરાંત મોટા ચિલોડાની ૪૯ વર્ષિય મહિલા કોરોનામા પટકાઇ છે. સરગાસણમાં રહેતો ૪૩ વર્ષિય સરકારી કર્મચારી કોરોનામાં પટકાયો છે. ઝાખોરામાં ૩૦ વર્ષિય યુવા ખેડૂતનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દહેગામના કેસરાજીના મુવાડામાં રહેતો ૧૮ વર્ષિય ખેડૂત કોરોનાગ્રસ્ત થયો છે. માણસામાંથી બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સેવક તરીકે ફરજ નિભાવતો ૩૦ વર્ષિય યુવાન જ્યારે  ફેક્ટરીમાં કરતો ૪૦ વર્ષિય યુવાન પણ કોરોનામાં સપડાયો છે. 

કલોલ શહેર અને ગ્રામ્યમાંથી વધુ છ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. જેમાં ૭૦ વર્ષિય દુકાનદાર, ખાનગી નોકરી કરતી ૨૧ વર્ષિય યુવતિ, પલસાણાની ૬૬ વર્ષિય વૃધ્ધા, જનતાનગર સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષિય યુવતી, નારદીપુરમાં રહેતો ૪૬ વર્ષિય પુરુષ જ્યારે ધમાસણાની ૨૨ વર્ષિય યુવતિનો સમાવેશ થાય છે.

ક્રમ

ઉંમર

પુ./સ્ત્રી

વિસ્તાર

 

૬૮

પુરુષ

સેક્ટર-૬/બી

 

૫૭

પુરુષ

સેક્ટર-૨૯

 

૪૯

પુરુષ

જીઇબી કોલોની

 

૨૭

પુરુષ

જીઇબી કોલોની

 

૩૮

સ્ત્રી

ઇન્ફો.ટાઉનશીપ

 

 ૧૮

પુરુષ

ઇન્ફો.ટાઉનશીપ

 

૬૨

પુરુષ

પેથાપુર

 

૪૦

સ્ત્રી

પેથાપુર

 

૨૧

પુરુષ

પેથાપુર

 

૧૦

૨૨

પુરુષ

પેથાપુર

 

૧૧

૪૪

પુરુષ

પેથાપુર

 

૧૨

૬૪

પુરુષ

વાવોલ

 

૧૩

૬૦

પુરુષ

વાવોલ

 

૧૪

૩૭

પુરુષ

વાવોલ

 

૧૫

૭૫

પુરુષ

વાવોલ

 

૧૬

૪૮

પુરુષ

વાવોલ

 

૧૭

૪૨

પુરુષ

અડાલજ

 

૧૮

૪૧

પુરુષ

ભાટ

 

૧૯

૩૦

પુરુષ

જાખોરા

 

૨૦

૪૯

સ્ત્રી

મોટી ચિલોડા

 

૨૧

૭૦

પુરુષ

પ્રાંતિયા

 

૨૨

૪૦

પુરુષ

રાંદેસણ

 

૨૩

૪૩

પુરુષ

સરગાસણ

 

૨૪

૨૭

પુરુષ

સુઘડ

 

૨૫

૧૮

પુરુષ

કેસરાજીના મુવાડા,દહેગામ

 

૨૬

૪૦

પુરુષ

માણસા

 

૨૭

૩૦

પુરુષ

માણસા

 

૨૮

૭૦

પુરુષ

કલોલ અર્બન-ર

 

૨૯

૨૧

સ્ત્રી

કલોલ અર્બન-ર

 

૩૦

૬૬

સ્ત્રી

પલસાણા

 

૩૧

૨૩

સ્ત્રી

જનતાનગર  સોસા. કલોલ

 

૩૨

૪૬

પુરુષ

ઠાકોરવાસ નારદીપુર

 

૩૩

૨૨

સ્ત્રી

ધમાસણા

 

Tags :