અલૂવામાં ટ્રેક્ટરની ટક્કરે 6 વર્ષના બાળકનું મોત
કલોલ, તા. 30 જૂન 2020, મંગળવાર
કલોલ તાલુકાના અલુવા ગામે આવેલા આલુવા હિલ્સમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. ટ્રેક્ટરની ટ્રોલીની ચાલક કાંતિભાઇ સનાતનભાઇ પરમારે ટ્રેક્ટર તથા તેની ટ્રોલીની હેન્ડ બ્રેક કર્યા વગર અને ટ્રેક્ટરના ટાયર આગળ અવરોધ મુક્યા વગર પાર્ક કર્યું હતું. ત્યારે ટ્રેક્ટર રગડતા છ વર્ષિય વિગ્નેશ ટાયર નીચે આવી ગયો હતો. શરીરે ગંભીર ઇજાઓને લીધે બાળકનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક ક્રાંતિ પરમાર રહે.મુબારકપુરા વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અલુવા હિલ્સમાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી હતી.