મહેસાણામાં 2, કડી 4 અને વિસનગર 1 પોઝિટીવ કેસ
- કુલ પોઝિટીવ દર્દીઓ ૨૯૧ માંથી ૧૯૮ સાજા થયા
- અત્યાર સુધી ૪૩૨૦ લેવાયેલા સેમ્પલ માંથી ૩૭૭૮વ્યક્તિના રીપોર્ટ નેગેટીવઃ ૬૫ સારવાર હેઠળ
મહેસાણા,તા. 30
જુન 2020, મંગળવાર
મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણનો વ્યાપ
ચિંતાજનક વધિ રહ્યો છે. મંગળવારે
મહેસાણામાં બે અને કડી તાલુકામાં ચાર અને વિસનગરમાં એક પોઝિટીવ કેસ સામે
આવ્યા હતા. અત્યાર સુધી આરોગ્યની ટીમો દ્વારા કુલ ૪૩૨૦ વ્યક્તિના સેમ્પલ લેવામાં
આવ્યા હતા. જેમાંથી ૩૭૭૮ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જે પૈકી ૧૯૮ વ્યક્તિઓ સાજા
થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે
હજુ ૩૭૮ વ્યક્તિના રીપોર્ટ પેન્ડીંગ રહ્યા છે.
અનલોક ૦૧માં આપવામાં આવેલી છુટછાટ બાદ મહેસાણા જિલ્લામાં
જાણે કોરોના વાયરસે વિસ્ફોટ સર્જયો હોય તેવો ઘાટ જોવા મળે છે. દિનપ્રતિદિન
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારે કડી તાલુકામાં ચાર
અને મહેસાણાના બે અને વિસનગરમાં એક મળી જિલ્લામાં કોરોના પોઝિટીવ સાત કેસો ઉમેરાયા
છે. જેમાં મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલ સેલજા સોસાયટીમાં રહેતા રમજીભાઇ ઠાકર અને
ટીબી રોડના નુતનપાર્ક સોસાયટીમાં રહેતા પ્રમોદભાઇ ભટ્ટ તેમજ કડીના કરણ નગર રોડ ઉપર
આવેલ સોમેશ્વર કુજના ભુપેન્દ્રભાઇ સોની,કડી
તાલુકાના ઇરાણા ઇન્દ્રાડ ગામના જયશ્રીબા વાઘેલા , કડી તાલુકાના બાવલુના જીવણભાઈ સેનમા, કડી ભાવપુરામાં
રહેતા સુધાબેન નાયક તેમજ વિસનગરના કાંસા ગામના મહેન્દ્રકુમાર પટેલનો સમાવેશ થાય
છે. આ દર્દીઓને મહેસાણા, કડી અને
ગાંધીનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.