Get The App

મહેસાણા શહેરમાં 11 સહિત જિલ્લામાં 17 નવા કેસ ઉમેરાયા

- મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રીને પણ કોરોના

- સોશ્યલ ડીસ્ટન્સનો અમલ નહી થાય તો આવનારા દિવસો ખતરાની ઘંટી સમાનઃ મૃત્યુઆંક 30

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણા શહેરમાં 11 સહિત જિલ્લામાં 17 નવા કેસ ઉમેરાયા 1 - image

મહેસાણા,તા.02 જુલાઈ 2020, ગુરૂવાર

સોશ્યલ ડિસ્ટન્સનો કડક અમલ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો ચિંતાજનક પ્રભાવ વધવાની શક્યતા છે. ગુરૃવારે એક જ દિવસમાં મહેસાણા શહેરમાં ૧૧ કેસો મળી જિલ્લામાં એકી સાથે કોરોનાના ૧૭ પોઝીટીવ કેસો સામે આવતાં લોકોમાં ફફડાટ જોવા મળે છે. બીજી તરફ, તંત્રની આફ્ટર લોકડાઉન સ્ટ્રેટજી ફેઈલ થઈ હોય તેમ કોરોના વાઈરસને અંકુશમાં લેવાની કામગીરી ખપપુરતી સાબીત થઈ રહી છે.

મહેસાણા જિલ્લામાં અત્યારસુધી હોટસ્પોટ બનેલા કડી બાદ હવે કોરોનાએ મહેસાણા તાલુકાને ઘમરોળવાનું શરૃ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રોજેરોજ ૮ થી ૧૦ નવા પોઝીટીવ કેસો ઉમેરાઈ રહ્યા છે. જ્યારે સંક્રમિત દર્દીઓ પૈકી મોતની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. અત્યારસુધી ૩૦ જણાને કોરોના ભરખી ગયો છે. દરમિયાન ગુરૃવારે ૧૭ નવા કેસ આવતાં મહેસાણામાં ભાજપના મહામંત્રી જશવંતભાઈ પટેલ સહિત ૧૧ નવા ઉમેરાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૩૨૦ પહોંચી છે. જેમાં મહેસાણા શહેરના ૧૧, કડીના ૪ વિસનગર અને બેચરાજીના એક-એક પોઝીટીવ કેસોનો સમાવેશ થાય છે. આ દર્દીઓને મહેસાણા, વડનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.

રાત્રી કરફ્યું અને ૧૪૪ની કલમની કડક અમલવારી જરૃરી

મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સંભવિત વિસ્ફોટક પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા સોશ્યલ ડીસ્ટન્સ અત્યંત મહત્વપૂર્ણ હોવાછતાં આ પંથકમાં સર્વત્ર સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. આ સંજોગોમાં પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા ૧૪૪ની કલમ તેમજ રાત્રી કરફ્યુંની અમલવારી કડક બનાવવામાં આવે તે જરૃરી છે. કેમકે અનલોકમાં જાહેર જગ્યાઓ ઉપર લોકો ઠેરઠેર ટોળા વળેલા જોવા મળી રહ્યા છે.

જિલ્લાના ૩૨૦ પોઝીટીવ દર્દીઓમાંથી ૨૦૮ને રજા મળી

મહેસાણા જિલ્લામાં કૂદકેને ભૂસકે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી ૩૨૦ કેસો નોંધાયા છે. જેમાંથી ૨૦૮ વ્યક્તિ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હજુ ૮૨ દર્દીઓ મહેસાણા, અમદાવાદ, કડી, વડનગર કોવિંડ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ કરો

જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવે છે. તેને આરોગ્યતંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. અહીં પોલીસ પોઈટ મુકી દેવાય છે. પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તારમાં લોકોની અવરજવર બેરોકટોક થતી હોવાથી કોરોના સંક્રમણનો ખતરો યથાવત રહે છે. જેથી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર ઉપર કડક પ્રતિબંધ હોવું જરૃરી બન્યું છે.

મહેસાણાના કોરોના પોઝીટીવ દર્દીઓ

૧. જશવંતકુમાર પટેલ (૫૬ વર્ષ) રહે.સેટેલાઈટ સોસાયટી, મહેસાણા

૨. પાર્થ પટેલ (૩૫ વર્ષ) સૂર્યોદય સોસાયટી, મહેસાણા

૩. પ્રવિણાબેન પટેલ (૩૦ વર્ષ) રહે.મણીનગર સોસાયટી, મહેસાણા

૪. અંકિતકુમાર પટેલ (૩૪ વર્ષ) રહે.મણીનગર સોસાયટી, મહેસાણા

૫. અલ્કાબેન મોદી (૫૦ વર્ષ) રહે.ઉમિયાનગર સોસાયટી, મહેસાણા

૬. જિતેન્દ્રભાઈ મોદી (૫૧ વર્ષ) રહે.ઉમિયાનગર સોસાયટી, મહેસાણા

૭. જયદીપ ઠાકોર (૩૩ વર્ષ) રહે.રાજીવ બ્રિગેડનગર, મહેસાણા

૮. સિતારામભાઈ પટેલ (૬૯ વર્ષ) રહે.તિરૃપતિ સોસાયટી, મહેસાણા

૯. ચિમનભાઈ પટેલ (૭૨ વર્ષ) રહે.નારાયણપાર્ક, મહેસાણા

૧૦. ક્રિષ્નાકુમાર ઠક્કર (૮વર્ષ) રહે.સેલજાગ્રીન, મહેસાણા

૧૧. કિરણબેન રામી (૩૪ વર્ષ) રહે.શુકન સોસાયટી, કડી

૧૨. વિશાલકુમાર પટેલ (૩૮ વર્ષ), રહે.પાટડીનગર, નંદાસણ

૧૩. દિનેશભાઈ પ્રજાપતિ (૬૧ વર્ષ) રહે.ગોવિંદચકલા, વિસનગર

૧૪. ઈશ્વરભાઈ ઠાકોર (૪૨ વર્ષ), રહે.મોટપ, તા.બેચરાજી

૧૫. મેરાજખાન પઠાણ (૫૩ વર્ષ), રહે.પોલીસ હેડક્વાર્ટર, મહેસાણા

૧૬. કિરણભાઈ દેવીપૂજક (૩૫ વર્ષ) રહે.આદુંદરા, તા.કડી

૧૭. શૈલેષસિંહ ચાવડા (૩૫ વર્ષ૦, રહે.ડાંગરવા, તા.કડી

Tags :