Get The App

ખડોદી ગામમાં તાલુકા પંચાયતના અણઘડ વહીવટના કારણે ગ્રામજનો પરેશાન

-ગામમાં આવેલા રસ્તોઓ ઉપર વહેતા પણીના કારણે ગંદકીનું સામ્રાજ્ય

Updated: Nov 8th, 2019

GS TEAM

Google News
Google News
ખડોદી ગામમાં તાલુકા પંચાયતના અણઘડ વહીવટના  કારણે  ગ્રામજનો પરેશાન 1 - image

મલેકપુર તા.8 નવેમ્બર 2019 શુક્રવાર

ખાનપુર તાલુકાનું ખડોદી ગામ  1500   ની  વસ્તી ધરાવે છે  પરંતુ ગામમાં પ્રાથમિક સમસ્યાઓનું  નિરાકરણ કરાતુ નથી.છેલ્લા કેટલાય વર્ષોથી ગામલોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ કોઈ સામે જોતું નાૃથી .તાલુકામાં ,જીલ્લામાં,અને હવે તો મુખ્ય મંત્રી ,આરોગ્ય મંત્રી ને પણ લેખિત રજૂઆત કરી છે .ગામમાં પાણી , રસ્તા , ગંદકી , ગટર વ્યવસૃથા તમામ રીતે લોકો પરેશાન થઈ ગયા  છે .ગામના  રસ્તાઓ ઉપર બારેમાસ વહેતા પાણી ના અને ગંદકીના લોકોએ કરેલી રજૂઆત ના કાગળો ગામલોકો બતાવી રહ્યા છે .ઠેર ઠેર કાદવ કીચડ ,પાણી જ પાણી અને એનાથી ફેલાઈ રહ્યો છે .રોગચાળો પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા વાળું કોઈ નથી. 

 ગામમાં 6 મહિના પેહલા  બનેલા આર સી સી રોડ   જ્યાં ધૂળ કપચી અને કાંકરા નીકળે છે .ઠેર ઠેર પાણી ભરાઈ ખાડા પડી ગયા છે .ગામલોકો કહે છે કે  માત્ર કપચી અને રેતી જ છે સિમેન્ટ તો ક્યાય દેખાતો નથી .તેમજ તાલુકા પંચાયત ની બાંધકામ શાખાની જવાબદારી છે .આ કચેરી ભ્રષ્ટાચારની ભરેલી હોય તેમ ટકાવારી જોરશોરમાં  ચાલે છે તો સૃથાનિક પંચાયત પણ શું કરે ? ખાનપુર તાલુકા પંચાયતના બાંધકામ ઈજનેર પણ કચેરી મો બેસી વહીવટ કરતા હોય તેમ લોકો જણાવે છે.

સરકાર કહે છે કે સ્વચ્છ ગામ સુંદર ગામ તો આ ગામમાં એવું ક્યાય દેખાતું નથી  .બસ સ્ટેન્ડ થી ગામના ચોરા સુધી પાણી જ પાણી છે .મોઢું  ઢાંકીને અમારે આવવું પડે છે, કોઈ સફાઈ કામગીરી કરતું નથી, રસ્તા ની કામગીરી પણ એમજ કરી નાખવા ખાતર કરેલી છે, અમે આરોગી મંત્રી અને મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે.

પંચાયત ના સરપંચ જણાવે છે કે લોકોની  વાતને ધ્યાને લઈ નોટિશો આપી છે પણ કોઈ સાંભળતું નથી. શિક્ષિત લોકો છે એમને જાતે વિચરવું જોઈએ લોકોને સુવિધા આપી છે .

આ અંગે જ્યારે અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ઇન્ચાર્જ અધિકારી હાજરના હતા .તેમણે એમના નીચેના અધિકારી ને વાત કરવા કહ્યું તો પ્રયોજના અધિકારી જણાવે છે કે ,કાલે અમને માહિતી મળી છે .અમે સ્થળે તપાસ કરીશું અને જે કઈ પણ હશે .એ વિષયે નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.  

Tags :