Get The App

લુણાવાડા તથા ત્રણ તાલુકામાં 9 કોરોનાના પોઝિટિવના કેસ આવ્યા

-લુણાવાડા શહેર-૩, તાલુકામાં-1, બાલાસિનોર અર્બન- તાલુકામાં-4 અને કડાણા તાલુકામાં 1 કેસ નોંધાયો

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
લુણાવાડા તથા ત્રણ તાલુકામાં 9 કોરોનાના પોઝિટિવના કેસ આવ્યા 1 - image

લુણાવાડા તા.3 જુલાઇ 2020 શુક્રવાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ત્રણ તાલુકામાં  એક સાથે નવ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 159  સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં 134 દર્દીઓ સાજા થયા છે.

લુણાવાડા શહેરમાં અનુક્રમે 49,તથા ૫૫ તથા 59 વર્ષના પુરુષો તેમજ લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામના ૫૫ વર્ષના પુરુષ, બાલાશિનોર અર્બનમાં અનુક્રમે 58 તથા 34તથા ૫૮ વર્ષના પરૃષો તેમજ બાલાશિનોર તાલુકાના કોતર બોર ગામમાં 49 વર્ષના પુરુષ અને કડાણા તાલુકાના કાજરીગામ માં 22 વર્ષ યુવતીનો કોરોના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં કુલ કેસ 159  કેસ થવા પામ્યા છે.

તેમજ 134 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી 4 દર્દીના  મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 6  મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ 4636 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 

તેમજ જિલ્લાના 103  વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવના 9 દર્દી કે.એસ.પી હોસ્પિટલ બાલાસિનોર, 1 ટ્રી કલર હોસ્પિટલ વડોદરા, 2  કરમસદ મેડિકલ કોલેજ આણંદ,4 હોમ આઈસોલેશનમાં,1  બેન્કર હોસ્પિટલ વડોદરા,1 ગોત્રી મેડીકલ કોલેજ વડોદરા અને 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોની સારવાર લઈ રહ્યા છે. 

Tags :