લુણાવાડાના કોઠંબા ગામે ભાગેડુ આરોપી ઝડપાયો
લુણાવાડા, તા.30 જુન 2020 મંગળવાર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ભગતો ફરતો આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો.
મહીસાગર જીલ્લાના પોલીસ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન કોઠંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનાનો ભાગેડુ આરોપી અનિલકુમાર અનોપસિંહ ઝાલા (રહે- સલિયાવાડી, તા બાલાસિનોર) આગરવાડા ગામે આવવાનો છે .
તેવી બાતમી મળતાં મહીસાગર એલ.સી.બી આગરવાડા ગામે વોચમાં હતા. તે દરમ્યાન શખ્સ મળી આવતા તેની અટક કરી કાર્યવાહી માટે કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપી કાર્યવાહી હાથ ધરાઈ હતી.