Get The App

લીમડાગુવાડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવકના મોત

-અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર

Updated: Dec 28th, 2019

GS TEAM

Google News
Google News
લીમડાગુવાડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવકના મોત 1 - image

સંતરામપુર તા.28 ડિસેમ્બર 2019 શનિવાર

સંતરામપુર નજીક લીમડાગુવાડી ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે (સરસણ.ઓ.પી) અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.બાઇક સવાર બે યુવકો અમદાવદથી નીકળી પોતાના વતન ખરસાણા તા.ઝાલોદ જતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

સંતરામપુર પોલીસ સંતરામપુર પોલીસને અકસ્માતનો ભોગ બનાલના પિતા ભુરાભાઇ માલજીભાઇ (રહે.ખરસાણા .તા. ઝાલોદ જિ.દાહોદની આપેલી ફરિયાદ મુજબ સંતરામપુર તાલુકાના લીમડાગુવાડી પીકઅપ સ્ટેન્ડ પાસે તેમના પુત્ર દિનેશભાઇ ભુરાભાઇ ચારેલ(ઉ.વ.25) તથા તેમના મિત્ર અરવિંદભાઇ વાલજીભાઇ કટારા(ઉ.વ.49) મૂળ રહે. છોરાદરા તા. મેધરજ જિ. અરવલ્લી બંને   બાઇક લઇ અમદાવાદથી નીકળી હતા.

બંને યુવકાે પોતાના વતન પરત ફરતા સમયે સંતરામપુર તાલુકાના લીમડાગુવાડી ગામ પાસે આવતા અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારી અકસ્માત કરી ફરિયાદીના પુત્ર દિનેશભાઇ તથા અરવિંદભાઇને શરીરે ગંભીર ઇજા થતાં બંનેનું  મોત નિપજ્યુ હતુ.અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.

સંતરામપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૃધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Tags :