મોહિલાપુર ગામે માતા-પુત્રની આત્મહત્યાના કેસમાં સાસુ સસરા ,પતિને દસ વર્ષની સજા
-દહેજ માટે ત્રાસથી કંટાળી પરણીતાએએક વર્ષના પુત્ર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો
મલેકપુર તા.4 ડિસેમ્બર 2019 બુધવાર
સાસુ સસરા અને પતિના દહેજના ત્રાસાૃથી કંટાળી સંતરામપુર તાલુકાનાં મોહિલાપુર ગામે પાંચ વર્ષ અગાઉ પરણીતાએ એક વર્ષના પુત્ર સાથે તળાવમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.
મહીસાગર સેસન્સ કોર્ટમાં આ ગુના અંગેનો કેસ ચાલી જતાં એડિશનલ સેસન્સ જજે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી પરણીતાના એક વર્ષના માસૂમ પુત્ર સાથે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ દહેજ લાલચુ સાસુ-સસરા અને પતિને દસ વર્ષની સજા ફટકારતાં કોર્ટ રૂમમાં સોંપો પડી જવા પામ્યો હતો.
સમગ્ર કેસની વિગત મુજબ સંતરામપુર તાલુકાના મોહિલાપુર ગામે સને 2014 માં સંતરામપુર પોલીસ માૃથકે દહેજ પ્રતિબંધક ધારા તેમજ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ પરણીતાના પિતા હીરાભાઈ રણછોડભાઈ ગોરી (રહે. છાયણતા. સંતરામપુર) નોંધાવી હતી.
ફરિયાદમાં પરણીતાના પિતાના જણાવ્યા મુજબ મારી દીકરી મીનાને સાસરિયાં દ્વારા અમે આપેલા દરદાગીના તારા બાપના ઘરે શા માટે મૂકી આવેલ છું ,તારા બાપે દહેજમાં કઈ આપેલ નથી .તેમ કહી અવાર નવાર મારઝૂડ કરી મહેણાં ટોણાં મારતાં હતા .તેની સાથે માનસિક તથા અતિશય શારીરિક ત્રાસ આપી મારી દીકરીને મરવા સુધી મજબૂર કરતાં ત્રાસથી કંટાળી જઇ પોતાના નાના એક વર્ષના દીકરા બિટ્ટુને લઈ ગામના તળાવમાં કૂદી મોત વ્હાલું કર્યું હતું.
પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સંતરામપુર પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી .જે ગુના સંદર્ભે મહીસાગર સેશન્સ કોર્ટમાં કેસ ચાલતાં સરકારી વકીલ સરજન ડામોરની ધારદાર દલીલો તેમજ કેસની ગંભીરતા અને દહેજના દૂષણને દૂર કરવાના સમાજમાં દાખલા રૂપ ચુકાદો આપતાં આરોપી પતિ ગીરીશભાઇ શનાભાઈ બારિયા,સસરા શનાભાઇ ફુલાભાઇ બારિયા, સાસુ મંગુબેન શનાભાઈ બારિયા તમામ રહેવાસી મોહિલાપૂરને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ત્રણ વર્ષ અને પરણીતાને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા બદલ દસ વર્ષની સજા એડિશનલ સેશન્સ જજ ડી.એલ. પટેલે ફટકારી હતી.