બોડેલી અને નસવાડીમાં બપોરે 12 વાગ્યે મામલતદાર અને પોલીસે દુકાનદારોને દુકાન બંધ
બોડેલી તા.23 માર્ચ 2020 સાેમવાર
બોડેલી અને નસવાડી ના ખુલ્લા બજાર મામલતદાર અને પોલીસ બળ સાથે કલેકટરના આગળ ન હુકમ સુધી બંધ કર્યા છે.જેને વેપારી વર્ગમાં નારાજગી જોવા મળી હતી.જ્યારે ગામમાં આવતા અલીપુરા ચાર રસ્તા પરથી ગામ તરફ આવતા ભારે વાહનો પોલીસે બેરીકેટ થી અટકાવવા હતા .
કોરોના વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ જાહેર કર્યું છે .છોટાઉદેપુર જિલ્લામાં સાવચેતી પગલાં લેવા માટે જિલ્લા મુખ્ય વેપારી મથક બોડેલી અને નસવાડીમાં બપોરે 12 વાગ્યે મામલતદાર અને પોલીસ સાથે નીકળી દુકાનદારો ને દુકાન બંધ કરવા જાણ કરી હતી. પરંતુ અમુક વેપારીઓ અનગણું કરતા પોલીસ બળ વાપરી ધમકાવી બંધ કરાવ્યું હતું અને ચાર પાંચ વેપારીઓને પોલીસ મથકે ગાડી માં બેસાડી લાવ્યા હતા પરંતુ થોડા સમય બાદ વેપારીઓ ફરી ભૂલ ન કરવા કહી જવા દીધા હતા.
હાલમાં બજાર ગ્રાહકો અને સિઝન ના સમ૪આ રીતે બંધ રાખવાનું આવતું હોવાથી વેપારી મુંઝવણ મુકાયા હતા પરંતુ મહામારી ને જોતા સ્વૈચ્છિક દુકાનો બંધ કરી હતી. અલીપુરા ચાર રસ્તા થી ગામ તરફ આવતા ફોર વ્હીલ અને મોટા વાહન ગામ માં પ્રવેશતા અટકાયા હતા.