વીરપુરના જુના રતનકુવા જવાના માર્ગ ઉપર કચરાનો ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય
વીરપુર તા.12 માર્ચ 2020 ગુરૂવાર
વીરપુરથી જુના રતનકુવા માર્ગ ઉપર આખા વીરપુર નગરનો કચરો ઠાલવામાં આવે છે. આ કચરાને કારણે માર્ગ એક દામ સાંકળો બની જવાથી પસાર થવામાં પણ મુશ્કેલી થાય છે. અહીંથી પસાર થતા લોકો અસહ્ય ગંદકીને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
આ કચરાની અંદર પ્લાસ્ટિક ની થેલીઓ અને દુર્ગંધ ખરાબ ચીજ વસ્તુઓનો જમાવડો થતાં મૂંગા પશુ આચરે છે .જેના કારણે મૂંગા પશુઓનો પણ જીવ જોખમમાં મુકાયેલ છે..આ રસ્તા ઉપર અસહ્ય કચરો જાહેર માર્ગ ઉપર જ ઠાલવામાં આવે છે .જેના કારણે રાહદારીઓને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહે છે. નદીનું પાણી પણ દૂષિત થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો દેખાય છે. તંત્ર દ્વારા અહીં ઠાલવતા કચરાને રોકવામાં ગ્રામજનાેએ માગણી કરી છે.આ રસ્તા ની ઝડપથી સાફ સફાઈ કરાવામાં આવે ,જેથી રોગચાળો ન ફેલાય તંત્ર દ્વારા કચરાનો નિકલ કરવા યોગ્ય કાર્યવાહી કરવા આવે તેવી માગણી છે.