લુણાવાડા તા.28 એપ્રિલ 2020 મંગળવાર
બાલાસિનોર નગરપાલિકાનો સમગ્ર શહેરી વિસ્તાર કોવીડ-૧૯ કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્તાં દરેક વિસ્તારમાં અવર - જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નગરમાં દરેક સ્થળોએ રસ્તા બંધ કરી શહેરીજનો અને વેપારીઓ દ્વારા નિયમોનુ પાલન કરાઈ રહ્યું છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ના પાંચ પોઝિટિવ કેસ નોંધાયેલા છે .
સમગ્ર મહીસાગર જિલ્લામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે જેમાં સંતરામપુર માં ૩ વીરપુરમાં ૨ અને સૌથી વધારે બાલાસિનોરમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેકટર દ્વારા બાલાસિનોર નગરપાલિકાનો સમગ્ર શહેરી વિસ્તાર કોવીડ-૧૯ કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓ ને દુકાન ખોલવાની છૂટ આપવામાં આવી છે પરંતુ બાલાસિનોર નગરપાલિકાનો સમગ્ર શહેરી વિસ્તાર કોવીડ-19કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતાે.
બાલાસિનોરમાં નગરપાલિકા વિસ્તારમાં કલકેટર દ્વારા જાહેર કરેલ જાહેરનામાનું ચુસ્ત પાલન શહેરમાં કરવામાં આવી રહ્યું છે અને શહેરીજનો અને વેપારીઓ દ્વારા પણ તંત્ર ને સાથ સહકાર આપી ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે અને પોતાની દુકાનો સંપૂર્ણ બંધ રાખી છે અને શહેરીજનો પણ કામ વગર ઘરની બહાર નીકળતા નથી જેના કારણે સમગ્ર બાલાસિનોરના રસ્તા સુમ સામ જોવા મળે છે.


