લુણાવાડામાં 68 વર્ષના વૃધ્ધ અને 12વર્ષની બાળકીનો કોરોના પોઝિટિવ
લુણાવાડા તા.24 જુન 2020 મંગળવાર
કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. જાગૃતિ અને સાવધાની એ જ કોરોના સંક્રમણથી બચાવનું શ્રે માધ્યમ સાબિત થયા છે.
લુણાવાડા જિલ્લાના આજે અર્બનના 68 વર્ષ પુરૃષ અને કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામની 12 વર્ષની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં તા.24-6-20 ના સાંજના ૫ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના 144 કેસ પોઝિટિવ નોધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ કુલ 126 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે.જયારે અન્ય કારણથી બે દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ 3890 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 225 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 10 દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, 1 ટ્રી કલર હોસ્પિટલ વડોદરા,2કરમસદ મેડિકલ કોલેજ આણંદ અને 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ 14દર્દીઓ સામાન્ય હાલતમાં છે.