ફળવા ગામે ગાંજાની ખેતી કરતા ઝડપેલા 7 આરોપીને 10 વર્ષની કેદ
-સેશન કોર્ટ દ્વારા આરોપી દંડ ન ભરે તો વધુ છ મહિનાની જેલની સજા
સંતરામપુર તા.5 જુન 2020 શુક્રવાર
સંતરામપુર તાલુકાના ફળવા ગામેથી વર્ષ 2016 ની સાલમાં તમાકુના ખેતરની અંદર છુપાવીને ગાંજાની ખેતી કરતાં ઝડપાઈ ગયેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો .જે કેસ સેશન કોર્ટ મહીસાગર જિલ્લામાં ચાલી જતા કોર્ટે સાતે સાત આરોપીઓને દસ-દસ વર્ષની કેદની સજા અમે અને એક -એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
આરોપીઓના ખેતરોમાંથી ગાંજાના ખેતી કરેલા છોડો 550 પોલીસને બાતમીને આધારે મળી આવેલ હતા જે ગાંજાનો વજન 1177 કિલો જેની અંદાજિત રૂપિયા એક કરોડ સત્તરલાખ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો .પોલીસે એન.ડી.પી.એસ હેઠળ તમામ સાત આરોપીઓની અટકાયત કરી હતી .ગુનાનું ચાર્જશીટ મહીસાગર સેશન કોર્ટમાં પોલીસે રજૂ કરતાં એડિશનલ સેશન્સ જજ મહીસાગર ડી એલ પટેલ ની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની અને સરકાર પક્ષના વકીલની દલીલો સાંભળી હતી .
કોર્ટે પુરાવાના આધારે સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી પુરાવાના આધારે સાતે સાત આરોપીઓને કસૂરવાર ઠેરવી દસ વર્ષની જેલની સજા અને દરેક આરોપીને એક એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો .દંડ ન ભરે તો વધુ છ મહિનાની જેલ ની સજા ફટકારી હતી.
સંતરામપુર પોલીસ હદના જચર્હકૈ ના ફરવા ગામે તારીખ નવુ 1116 ના રોજ પોલીસને બાતમી મળતા લુણાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર ,એસઓજી સ્ટાફ ને સંતરામપુર પોલીસને સાથે રાખીને ફળવા ગામના અખમ મોતિ પાદરીયા ,પર્વત વીરા પાદરીયા ,મંજુલાબેન લખમણભાઇ પાદરીયા, મનસુખભાઈ સંગાડા, ભલા માવા સંગાડા ,ગલા માવા સંગાડા, કાળુભાઈ ભાથીભાઈ બારીયા, ના હોય તેઓના કબજાના ખેતરમાં કપાસના ખેતી શર્મા ગાંજાનું વાવેતર કરેલ હતું જેની માહિતી પોલીસને મળતા પંચો સાથે પોલીસે આરોપીઓની રૂબરૂમાં જ રેડ કરતા એક કરોડ સત્તર લાખ ઉપરાંતની કિંમતનો ગાંજાની ખેતી કરેલ પાક મળી આવ્યો હતો.
તમામ આરોપીઓના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવતા પોલીસે એફ.એસ.એલ.ની મદદ મેળવી ગાંજાના છોડોની તપાસ કરી ખાતરી થતાં ગુનો નોંધ્યો હતો .જે ગુનો મહીસાગર સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ સાતે સાત આરોપીઓને કસૂરવાર ઠેરવી દસ વર્ષની જેલ ની સજા ફટકારતા હાહાકાર મચી ગયો હતો.