મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 18 કેસ નોંધાયા
-પાંચ દર્દી સાજા થતાં સ્વગૃહે પરત ફર્યા
લુણાવાડા તા.22 જુલાઇ 2020 બુધવાર
મહીસાગર જિલ્લામાં સતત સાતમાં દિવસે કોરોનાનો કહેર યથાવત રહયો હતો .એક સાથે 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા .મહીસાગર જિલ્લામં કોરોનાના કેસનો આંકડો કુલ 288 ઉપર પહોચી ગયો હતો. આજે પાંચ દર્દી સાજા થતા તેમને રજા આપી હતી.
મહીસાગર જિલ્લામાં આજે લુણાવાડા તાલુકામાં ત્રણ કેસ થવા પામ્યા હતા લુણાવાડા અર્બનના બે પુરૂષો અને એક અને જયારે બાલાશિનોર તાલુકામાં 12 કેસ થવા પામ્યા હતા .જેમાં બાલાસિનોર અર્બનના 5 પુરૃષો અને સાત સ્ત્રીઓનો તેમજ વિરપુર ગામમાં 40 વર્ષના પુરુષ ,ખાનપુર તાલુકાનાં ભગતના મુવાડા ગામના 77 વર્ષના પુરુષ અને પાંડરવાડા ગામના 61 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં તા.22-7-20ના સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના 288 કેસ પોઝિટિવ નોંધાયા હતા .
આજે બાલાસિનોર અર્બનના બે પુરૃષ અને બે સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના એક પુરૃષે કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરતાં અત્યાર સુધીમાં કુલ 187 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી 15 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 17 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 6769 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 514 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 75 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.