આફ્રિકાના જંગલી હાથી: ફોરેસ્ટ એલિફન્ટ
સૌથી મોટાં સ્થળ પર પ્રાણી હાથી મુખ્યત્વે એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકામાં ઘણી જાતના હાથી જોવા મળે છે. તેમાં ફોરેસ્ટ એલિફન્ટ વિશિષ્ટ છે. દોઢ થી અઢી મીટર ઊંચા આ હાથીના પગ લાંબા હોય છે અને સૂંઢ પણ લાંબી હોય છે. આ હાથીના આગલા પગમાં પાંચ નખ હોય છે.
મધ્ય આફ્રિકાના જંગલમાં જોવા મળતાં ફોરેસ્ટ એલિફ્ન્ટના દંતશૂળ પણ લાંબા હોય છે. આ હાથી પરિવારમાં રહે છે. બચ્ચાં ૧૫ વર્ષ સુધી પરિવારની સાથે રહે છે અને પુખ્ત થતાં અલગ પરિવાર વસાવે છે. આ હાથીના કાન મોટા અને ગરદન ટૂંકી હોય છે.
ફોરેસ્ટ એલિફન્ટ મોટે ભાગે વનસ્પતિ ફળો ખાઇને જીવે છે. સૂકી ઋતુમાં ઘાસ ખાય છે. આફ્રિકાના ગરમ પ્રદેશમાં રહેતા હોવાથી આ હાથીની ચામડી સુંવાળી હોય છે અને ગરમીને સારી રીતે પ્રતિકાર કરે છે.
ફોરેસ્ટ એલિફન્ટના દંતશૂળ અને હાથ કરતાં લાંબા પણ પાતળા હોય છે. તે દોઢ મીટર લાંબા અને લગભગ ૩૦ થી ૩૫ કિલો વજનના હોય છે.