ધડાકા જેવો મોટો અવાજ સંભળાતાં આંખ કેમ મીંચાઈ જાય છે ?
આપણી આસપાસ ક્યારેક મોટો ફ્ટાકડો ફૂટે કે કોઈ વજનદાર ચીજ પછડાય ત્યારે એનો અવાજ સાંભળતાં જ આપણી આંખ મીંચાઈ જાય છે. એટલે કે આપણી પાંપણ ઝપકી જાય છે. આમ કેમ થતું હશે ખબર છે ? આનું કારણ છે કે કાનનાં પડદા પર આવો કોઈ પણ અવાજ ઝીલાય ત્યારે એ સતત ધ્રૂજે છે. આ ધ્રુજારી કાનની અંદરના હાડકામાં થઈ જ્ઞાનતંતુઓ સુધી પહોંચે છે. વળી, જ્ઞાાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે છે. એનો અર્થ કે આ ધ્રુજારી મગજ સુધી પહોંચે ત્યારે મગજ આ ધ્રુજારીને ઓળખી પાડે છે.
મગજમાં આખા શરીરની વ્યવસ્થાનું કામ ચાલતું હોય ત્યાં અચાનક જ એ ભયંકર ધ્રુજારીનો આંચકો આવતાં જ્ઞાાનતંતુઓના ફ્યૂઝ ઊડી જાય છે. તેથી જો અચાનક જ્ઞાાનતંતુઓ પર વધારે પડતી તાણ આવે ત્યારે જ્ઞાાનતંતુઓ પોતાના છેડા છૂટા કરી લે છે. જ્ઞાાનતંતુના છેડા છૂટા પડી જતાં શરીરના સ્નાયુઓ ઉપરથી કાબૂ જતો રહે છે. આ કારણસર બધા સ્નાયુ ઢીલા પડી જાય છે. અચાનક ધડાકાનો અવાજ કાન પર સંભળાય ત્યારે મગજ સુધી ભયંકર ધ્રુજારી પહોંચે છે. એટલા માટે આંખની પાંપણ તરત જ મીંચાઈ જાય છે.