ઉત્સવો- શુભ પ્રસંગોમાં આસોપાલવ તોરણ કેમ બાંધવામાં આવે છે ?
ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે. આસોપાલવનાં પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે
આમય વૃક્ષોમાં પ્રભુનો વાસ છે. ઉત્સવોમાં લગ્ન પ્રસંગોમાં આસોપાલવના પાંદડાના તોરણ લટકાવામાં આવે છે. આસોપાલવ પવિત્ર વૃક્ષ છે. આસોપાલવનું વૃક્ષ ભારતમાં જ થાય છે. બીજે પેન્ડુલમ કહેવામાં આવે છે.
પુરાણમાં આસોપાલવનો ઉલ્લેખ છે. સંસ્કૃત ભાષામાં 'અશોક પલ્લવ કહેવામાં આવે છે. રામાયણમાં આસોપાલવને 'અશોકવૃક્ષ' કહેવામાં આવે છે. વૃક્ષોનું આપણા જીવનમાં ખુબ જ મહત્ત્વ છે. ધાર્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાાનિક મૂલ્ય છે. વૃક્ષનું જતન થાય એટલે ઋષિમુનીઓએ વૃક્ષોને ધાર્મિક ઉત્સવો સાથે વણી લીધું છે. વૃક્ષો સાથે કેટલાય વ્રતો જોડાયા છે. જેવાકે વડ, લીમડો, તુલસી, બીલી, પીપળો.
ભગવાન શ્રી કૃષ્ણે ભગવત્ ગીતામાં કહેલું છે કે વૃક્ષોમાં'અશ્વત્થ પળપદે' હું છું પીપળામાં ભગવાન વિષ્ણુ કદમ્બના વૃક્ષમાં કાકોકેયનો વાસ છે. ભોળાનાથ ને બીલી ખુબજ પ્રિય છે.
આસોપાલવ પવિત્ર મનાયું છે તે ઘરમાં બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે. પતિ-પત્ની વચ્ચે તનાવ હોય તો આસોપાલવના ૭ પાન લઈને મંદિરમાં મુકો.
આસોપાલવ સુખ શાંતિનું પ્રતીક છે. ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે. આસોપાલવનાં પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે.
આસોપાલવનું વૃક્ષ હંમેશાં લીલું છમ રહે છે. આ વૃક્ષ ત્રીસ ફૂટ ઉંચુ થાય છે. ફેબ્રુઆરી માસમાં આસોપાલવમાં લાલ ચટક ફૂલ આવે છે.
આસોપાલવ વૃક્ષનો છાંયડો આરોગ્ય પ્રદ છે. આસોપાલવની, છાલમાં હિમેટોક્સ લીન ટેનિન કેટકોલ. ગ્લાઈકો, સાઈડ 'કાર્બોનિક કેલ્શિયમ અને લોહતત્ત્વ હોય છે.
વૃક્ષની હવા આરોગ્ય માટે ઉપયોગી બને છે. વૃક્ષની પૂજા ભારતમાં થાય છે. યમુનાના કિનારે કદમ્બ વૃક્ષની સ્મૃતિ ભગવાન બાલકૃષ્ણ સાથે જોડાયેલી છે.