ઠંડીમાં કે પછી જોરથી પવન ફૂંકાતો હોય ત્યારે ઠંડી હવાને કારણે હોઠની ત્વચા સુકાઈ જાય છે. હોઠ સૂકા થઈ જાય છે ને ત્વચા ઉખડવા લાગે છે. હસતી વખતે કે જમતી વખતે હોઠ ખેંચાય ત્યારે હોઠ પરની આ ત્વચા તરડાઈ જાય છે. એમાં ચીરા પડી જાય છે.
મોટા ભાગના લોકો હોઠ ફાટી જાય ત્યારે એના ઉપર જીભ ફેરવતા હોય છે, પણ જો આવું થાય ત્યારે એના પર જીભ ન ફેરવવી જોઈએ કે થૂંકથી હોઠને ભીના પણ ન કરવા જોઈએ. આમ કરવાથી હોઠ વધારે ફાટે છે. તેથી આવા ફાટેલા કે તરડાઈ ગયેલા હોઠ પર દૂધની મલાઈ અથવા વેસેલિન લગાડવું જોઈએ.
હોઠ પરની ચામડી કેમ તરડાઈ જાય છે ?


