જોની લિવર કેમ ઓછી ફિલ્મો કરે છે?
- ' ફિલ્મો મેં કોમેડી પે ઝ્યાદા કામ નહીં હો રહા હૈ. લોકો આજે સોશિયલ મીડિયા અને યુટયુબ પર રીલ્સમાં કેટલી બધી કોમેડી જુએ છે અને માણે છે!'
લગભગ ૪૦ વરસથી હિન્દી સિનેમાના ચાહકોનું મનોરંજન કરતા આવેલા વેટરન કોમેડિયન જોની લિવરે છેલ્લા અમુક વરસથી કામ ઓછું કરી નાખ્યું છે. એનું એક કારણ એમની ૬૭ વરસની ઉંમર તો છે, પણ બીજું કારણ એનાથી પણ મોટું અને મહત્ત્વનું છે. 'કોઈ મારી પાસે પ્રોજેક્ટની ઓફર લઈને આવે ત્યારે હું પહેલા એ વિચારું છું કે હું સ્ક્રીપ્ટમાં લખાયેલા મારા રોલને મારા તરફથી થોડું ઉમેરીને થોડો વધુ ઉઠાવી શકું છું કે નહિ. જો રોલ ઇન્ટરેસ્ટિંગ ન હોય તો મીડિયોકર કામ કરીને હું મારું નામ શા માટે બગાડું?'
છેલ્લે જોનીભાઈ 'હાઉસફુલ-૫'માં દેખાયા હતા. આજે એમને એક વાતનો મોટો અફસોસ છે કે બોલીવૂડમાં હવે કોમેડીને પહેલા જેટલું મહત્ત્વ નથી અપાતું. 'કોમેડી કો કમ કર દિયા હૈ, ઉસ પે ઝ્યાદા કામ નહીં હો રહા હૈ. બીજુ, હવે કોમેડી એક ટફ બિઝનેસ બની ગયો છે. લોકો આજે સોશ્યલ મીડિયા અને યુટયુબ પર રીલ્સમાં કેટલી બધી કોમેડી જુએ છે અને માણે છે! તો ઔર ઝ્યાદા ઇનોવેટિવ કોમડી લાયેં કહાં સે? બીજુ, આપણી પાસે સારા કોમેડી રાઇટર્સ પણ નથી. સામાન્યપણએ અમે એક્ટરો ઇમ્પ્રોવાઇઝ કરી સીનને ઉઠાવ આપતા હોઈએ છીએ. મેહમુદસાબ અને કિશોરકુમાર જેવા લેજન્ડ્સ સ્ક્રીપ્ટમાં પોતાનું ઇનપુટ ઉમેરતા. હમ ભી ઐસા કર સકતે હૈં પર કુછ લિખા તો હોના ચાહિયે. કુછ ઢાંચા હી નહીં હૈ તો ક્યા કરેંગે? આજે તો ફિલ્મોમાં ફક્ત ઠાંસીઠાંસીને એક્શન ભરી દેવાય છે.'
લિવરને એવી પણ ફરિયાદ છે કે આજે જુજ એકટરોને કોમેડી રોલ ભજવવામાં રસ છે અથવા તો તેઓ સારા કોમેડી સીન્સ કરી શકે છે. 'બાત એસી હૈ કિ આજ સબ કોઈ ફિલ્મ સ્કૂલ્સ સે ટ્રેનિંગ લેકે આતા હૈ. પરંતુ એક્ટિંગનું થિયરોટિકલ જ્ઞાાન સેટ પર કામ નથી આવતું. તમે સેટ પર હો ત્યારે ટીમ મેમ્બર્સની ક્યુજને અનુસરવી પડે. અમે લોકોનું બારિકાઈથી અવલોકન કરી એમની બોડી બેંગ્વેજ (ભાવ-ભંગિમા) પાત્રોમાં ઢાળી દેતા. કેરેક્ટર કો અંદર સે જિતે થે. પાગલોં કી તરહ કામ કરતે થે' એવી કમેંટ એક્ટર નિસાસો નાખીને કરે છે.
હવે તો લંડનમાં ભણેલી એમની દીકરી જેમિ લીવરે પણ સ્ટેન્ડ-અપ કોમેડીમાં પોતાનું નામ બનાવી લીધું છે. જોનીભાઈ સ્ટેજ પર પરફોર્મ કરવા જતા ત્યારે પિતા એમને મારવા દોડતા. એક વાર ષણ્મુખાનંદ હૉલમાં કાર્યક્રમ વખતે પણ બાપ-દીકરા વચ્ચે પકડાપકડીનો આવો સીન ઊભો થયો હતો. ઓડિયન્સને થયું કે એ જોની લિવરના પરફોર્મન્સનો જ ભાગ છે એટલે તેઓ જોરજોરથી હસવા લાગ્યા અને તાળીઓ પાડી. એ બધુ યાદ કરતા એક્ટર કહે છે, 'કોમેડી અસલી મેં મેરા શૌક થા ઔર ફિર વો મેરા પ્રોફેશન બન ગયા.
એક દિવસ મેં એક એડનું શુટિંગ કર્યું અને એનો મને રૃા.૨૫ હજારનો ચેક મળ્યો. મારા ફાધરને ૨૫ વરસ નોકરી કર્યા બાદ પ્રોવિડન્ટ ફંડમાં એટલી રકમ મળી હતી. એ દિવસે મારા ચેકની રકમ જોઈ એમને થયું કે મેરા બેટા કુછ કર રહા હૈ.'