Get The App

શા માટે કાગડા કાળા છે?

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
શા માટે કાગડા કાળા છે? 1 - image


ભગવાન ગણેશે કહ્યું 'પક્ષીઓ, તમે મને આઠ દિવસ પછી મળો. હું તમને બધાને મનપસંદ રંગ આપીશ. આ સાંભળી બધાં જ પંખી પોતાના માળામાં જતા રહ્યા. સૌ પક્ષીઓ આ દિવસની રાહ જોવા લાગ્યા

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. બધાં જ પક્ષીઓ સફેદ હતા. બધા જ પક્ષીઓ ઝાડ પર બેસી રહેતા. શિકારીઓ પક્ષીઓ સફેદ હોવાને કારણે તેમનો ઝડપથી શિકાર કરી લેતા. પક્ષીઓ રોજ-રોજ કંટાળી જતા. કારણ કે રોજ રોજ કોઈ એક પક્ષીનો તો શિકાર થાય જ.

બધા જ પક્ષીઓએ સભા બોલાવી અને ભગવાનને રીઝવવાનો નિર્ણય કર્યો. બધા પક્ષીઓ તો ભગવાનને રીઝવવા લાગ્યા. પક્ષીઓ બોલાવે અને ભગવાનને તો આવવું જ પડે ને. પક્ષીઓએ સાચા દિલથી પ્રાર્થના કરી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા. ગણેશજીએ પક્ષીઓને કહ્યું 'અરે, પક્ષીઓ તમે મને બોલાવ્યો. હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારે જે જોઈતું હોય તે માંગો.'

પક્ષીઓમાંથી કોઈ એક પક્ષી બોલ્યું 'ભગવંત અમારા બધા પક્ષીઓનો રંગ સફેદ છે. જેથી સૌ શિકારી અમારો શિકાર કરી લે છે. હવે અમે કંટાળી ગયા છીએ. તમે એવું કંઈક કરો જેથી કોઈ અમારો શિકાર ન કરી શકે.'

ભગવાન ગણેશે કહ્યું 'પક્ષીઓ, તમે મને આઠ દિવસ પછી મળો. હું તમને બધાને મનપસંદ રંગ આપીશ. આ સાંભળી બધાં જ પંખી પોતાના માળામાં જતા રહ્યા. સૌ પક્ષીઓ આ દિવસની રાહ જોવા લાગ્યા. આખરે આ દિવસ આવી જ ગયો. આઠ દિવસ પછી જ્યાં ગણેશજીએ બોલાવ્યા હતા ત્યાં બધાં જ પંખીઓ આવી ગયા. ગણેશજી એક થાળી ભરીને રંગ લાવ્યા હતા. ગણેશજી એ કહ્યું તમારે જે રંગ જોઈતો હોય તે માંગો. ગણેશજીનાં બોલાવ્યા પ્રમાણે સૌ પંખીઓ આવ્યા હતા.

માત્ર કાગડા, અને હંસ જ આવ્યા ન્હોતા. સૌ પ્રથમ પોપટે ભગવાનને કહ્યું 'ભગવાન હું વૃક્ષ પર રહું છું. તેથી મને લોલો રંગ આપો અને તેથી મારી ચાંચ લાલ રંગ આપો. ભગવાને પોપટને કહેવા પ્રમાણે લીલો અને ચાંચમાં લાલ રંગ આપ્યો. ત્યારબાદ ચકલીનો વારો આવ્યો. ચકલીએ કહ્યું હું આખો દિવસ માટીમાં રહું છું અને મારો માળો પણ સુકો છે. તેથી મને તે પ્રમાણે રંગ આપો. ભગવાને ચકલીને માટીનો રંગ આપ્યો. ત્યારબાદ ગીધને કથ્થાઈ રંગ આપ્યો.''

હવે મોરનો વારો આવ્યો. મોરને તો ભગવાનનાં લાવેલા બધાં જ રંગ પસંદ હતા. મોરે ભગવાનને કહ્યું, 'ભગવંત, મને તો તમારા બધા જ રંગ પસંદ છે તેથી મને થોડા-થોડા બધાં જ રંગ આપો. ભગવાને મોરની ગરદન જાંબલી, પીછા લીલા એમ બધાં જ રંગ આપ્યા. હવે થોડા જ રંગ બાકી રહ્યા હતા. પોપટે કાગડાને ભગવાન પાસે રંગ માંગવા જવા કહ્યું. કાગડાએ ભગવાનને કહ્યું ભગવાન, મને આ બધા જ રંગનું મિશ્રણ કરીને આપો.'

આ સાંભળી ભગવાન હસી પડયા. તેમને થયું કે બધાં રંગોનું મિશ્રણ કરવાથી તો રંગ કાળો બને છે પણ ભગવાન ચૂપ રહ્યાં. તેમણે બધાં રંગનું મિશ્રણ કરીને કાગડાને કાળો રંગ આપ્યો. કાગડાએ અરીસામાં જોયું તો તેમનો રંગ કાળો હતો. આ તેમને ન ગમ્યું. આ જોઈ હંસ હસવા માંડયા.

હંસે કહ્યું 'અરે કાગડા ભાઈ તમે તો કેવા લાગો છો ? કાળા-કાળા. આ સાંભળી કાગડાએ કહ્યું અમે ભલે કાળા લાગીએ પણ અમારા પાસે રંગ તો છે. તમારા પાસે તો કશું જ નથી તો જોયું બાળમિત્રો, મોડા જવાથી તેવું પરિણામ મળે છે. આપણે હંમેશા બધી જગ્યાએ સમયસર પહોંચવું જોઈએ. કાગડા મોડા ગયા તેથી તેમને કાળો રંગ તો મળ્યો પણ હંસ તેમના અભિમાનને લીધે ન ગયા તેથી હંસ સફેદ જ રહ્યા.'

- મિત કે. નાંઢા

Tags :