શિયાળામાં હૂંફદાયક ખાદ્ય પદાર્થો
મેથીના લાડુ અને શીરો
શિયાળામાં મેથીના લાડુ અને શીરો શરીરને એનર્જી પ્રદાન કરે છે. તમે દિવસમાં એક લાડુનું સેવન કરી શકો છો. તે ઠંડીથી બચવાનો સારો ઉપાય છે. જો તમે વધારે શારીરિક શ્રમ કરતાં હોય તો બે લાડુ ખાઈ શકાય છે. જો તમે આખો દિવસ ઓફિસમાં બેઠાં બેઠાં કામ કરતાં હોય તો એક લાડુ જ તમારા માટે પૂરતો રહેશે.
પંજરીના લાડુ
પંજરીના લાડુ શરીરને તાકાત અને ગરમી આપે છે. ભોજન કર્યા પછી તમે પંજરીના લાડુ સ્વીટ ડિશ તરીકે લઈ શકો છો.
આમળાં
આમળાં શરીરને ગરમ રાખે છે. આમળાંનો તમે મુરબ્બા તરીકે ઉપયોગ કરી શકો છો. તે સિવાય આમળાનું અથાણું, જ્યૂસ કે આમળાંની કેન્ડી બનાવીને સેવન કરી શકાય છે.
સૂકો મેવો
સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ)માં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્ત્વો હોય છે. તે શરીરને શક્તિ પ્રદાન કરે છે. શિયાળામાં સવારે નાસ્તાની સાથે થોડો સૂકો મેવો લેવાથી શરીરમાં ગરમીનો સંચાર થાય છે. જેમ કે બદામ, કાજુ, અખરોટ, મોટી કિસમિસ એ બધો મેવો શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે.
તમારાં બાળકોને તમે મેવાનું સેવન કરાવી શકો છો, પરંતુ નાનાં બાળકોને બદામ ખવડાવતાં પહેલાં બદામ પાણીમાં પલાળી રાખવી. તેનાથી બદામમાં રહેલી ગરમી નીકળી જાય છે. સૂકો મેવો તમે દરેક મોસમમાં ખાઈ શકો છો. તમને ગમે તો મેવાને ઝીણો ઝીણો કાપીને તેને શેકેલા રવામાં મિક્સ કરીને ખાઈ શકો છો.
સૂપ
જો તમે બપોરે કે રાત્રિના સમયે ભોજનમાં સૂપનો ઉપયોગ કરો તો તે પણ તમને ગરમી પ્રદાન કરે છે. તમે ફિશ, ચિકન, મટન વગેરેનો સૂપ બપોરે કે રાત્રિના સમયે લઈ શકો છો.
જો તમે શાકાહારી છો તો વેજિટેબલ સૂપનું સેવન કરવું. પાલકના સૂપમાં ટામેટાં, આદું, લસણ વગેરે મિક્સ કરીને તમે સૂપને વધારે ટેસ્ટી બનાવી શકો છો. તેવી રીતે તમે બીજાં લીલાં શાકભાજીનાં સૂપ પણ બનાવી શકો છો.
જો તમે બપોરે કે રાત્રિના સમયે ભોજનમાં સૂપનો ઉપયોગ કરો તો તે પણ તમને ગરમી પ્રદાન કરે છે. તમે ફિશ, ચિકન, મટન વગેરેનો સૂપ બપોરે કે રાત્રિના સમયે લઈ શકો છો.
જો તમે શાકાહારી છો તો વેજિટેબલ સૂપનું સેવન કરવું. પાલકના સૂપમાં ટામેટાં, આદું, લસણ વગેરે મિક્સ કરીને તમે સૂપને વધારે ટેસ્ટી બનાવી શકો છો. તેવી રીતે તમે બીજાં લીલાં શાકભાજીનાં સૂપ પણ બનાવી શકો છો.
તલ ઘણા ગરમ હોય છે. તલનું સેવન તમે પંજરી તરીકે કરી શકો છો. તેમાં લોટ, તલ અને બૂરું ખાંડને મિક્સ કરીને પંજરી બનાવી તેને એક બરણીમાં મૂકી રાખો. રોજ તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.
બજારમાં અનેક એવા ખાદ્ય પદાર્થો મોજૂદ હોય છે જે તમારા શરીરને ગરમ રાખવામાં સહાય કરે છે. જે લોકોને ઘરમાં આવી વસ્તુઓ બનાવવાનો સમય નથી મળતો તેઓ બજારમાં મળતી રેડી ટૂ ઈટ પ્રોડક્ટસ ખરીદીને તેનું સેવન કરી શકે છે. તમારે સેવન કરતાં પહેલાં ડબ્બા, બોટલ વગેરે પર લખેલી સૂચનાને ધ્યાનથી વાંચી લેવી.
- જયવંતી