Get The App

ફરી આવી લો-રાઇઝ જિન્સની ફેશન

માનુનીઓ જાહેરમાં મહાલી રહી છે ડુંટીથી વેંત નીચી ડેનિમ પહેરીને

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News
ફરી આવી લો-રાઇઝ જિન્સની ફેશન 1 - image


આજથી દસેક વર્ષ અગાઉ ડુંટીથી પણ વેંત  નીચે પહેરાય એવી જિન્સની ફેશન પૂરબહારમાં ખીલી હતી. એવું નહોતું કે ફેશનેબલ માનુનીઓ આવી ડેનિમ માત્ર પાર્ટીઓમાં પહેરતી. બસ અને ટ્રેન જેવા જાહેર પરિવહનમાં પ્રવાસ કરતી છોકરીઓ પણ આવી જિન્સ અને નાભિથી વેંત ઉપર આવતું ટોપ પહેરતી. કોલેજ કન્યાઓનો તો તે પ્રિય પોશાક થઇ પડયો હતો. છોકરીઓને એમ લાગતું કે આવાં વસ્ત્રોમાં તેઓ બહુ સેક્સી લાગે છે. લો-રાઇઝ ડેનિમ અને સાવ ટૂંકા ટી-શર્ટમાં તેમની કામણગારી કટિનું સરસ પ્રદર્શન થાય છે.મહત્વની વાત એ છે કે  હમણાં આ ફેશન પરત ફરી છે. 

જોકે એવું નથી કે તે વખતે લો-રાઇઝ જિન્સની ફેશન પહેલી વખત આવી હતી. અગાઉ પણ ઘણી  વખત આ ફેશને દેખા દીધી છે. છેક ૧૯૯૩ની સાલમાં એક વિદેશી ફેશન ડિઝાઇનરે આવી પેન્ટ  રેમ્પ પર ઉતારી ત્યારે ખરેખર હોબાળો મચી ગયો હતો. અગાઉ ક્યારેય કોઇએ આટલી નીચી પેન્ટ નહોતી પહેરી. આ પેન્ટના પાછળના ભાગમાંથી સંબંધિત મોડેલના ે નિતંબ વચ્ચેની ફાડ દેખાતી હોવાથી આ ફેશન ડિઝાઇનરની ખાસ્સી આલોચના પણ થઇ હતી. જોકે તેણે પોતાના બચાવમાં ક્હ્યું હતું કે મેં આ ડિઝાઇન કરોડરજ્જુનો છેલ્લો મણકો દેખાય એટલા માટે બનાવી છે. મારા મતે આપણા શરીરનો આ ભાગ અત્યંત કામોદ્દીપક હોય  છે. 

૨૦૦૩ની સાલમાં એક મોડેલે એટલી નીચી જિન્સ પહેરી હતી કે તેના જનનાંગોની ઝલક  પણ સહેલાઇથી મળી રહે. પરંતુ આટલી હદ સુધી નીચી કોટિએ ગયેલી ફેશન જોયા પછી કેટલાંક ફેશન ડિઝાઇનરોએ હાઇવેસ્ટ પેન્ટ્સનો ટ્રેન્ડ શરૂ કર્યો. ડુંટીથી થોડે ઉપર આવતી પેન્ટોએ ફેશનનો રાજમાર્ગ સર કરવા માંડયો.  સાથે સાથે બેગી પેન્ટની ફેશન શરૂ થઇ. ત્યાર  બાદ જેગિંગ્સ અને સ્કીની પેન્ટ્સ આવી. 

અગાઉ  ે આવી  ફેશન બાબતે  હોબાળો મચ્યો હોવા છતાં ફેશન ડિઝાઇનરો સમયાંતરે આવી પેન્ટ્સ ડિઝાઇન કરતાં રહ્યાં છે એ હકીકતથી આંખ મીંચી શકાય તેમ નથી. અગાઉની યુવતીઓ ભલે જાહેરમાં આટલી નીચી પેન્ટ પહેરતાં સંકોચ અનુભવતી કે સમાજથી ડરીને તે પહેરવાની હિમ્મત ન કરતી. પણ હવે   એ સમય વિતી ગયો છે. અને છોકરીઓ બિન્ધાસ્ત છેક પ્રાઇવેટ પાર્ટ માંડ ઢંકાય એટલી નીચી જિન્સ પહેરવા લાગી છે. વિદેશી સેલિબ્રિટીઓને તો લો-રાઇઝ પેન્ટના  ઉપરના ભાગમાં  આંતરવસ્ત્રો દેખાય તેનો પણ વાંધો નથી હોતો. અલબત્ત, સામાન્ય યુવતીઓ પણ જ્યારે આવી પેન્ટ પહેરીને વાંકી વળે ત્યારે તેમના આંતરવસ્ત્રો ઉપરાંત તેમના નિતંબની ફાડ પણ સ્પષ્ટ દેખાતી હોય છે. 

વર્ષ ૨૦૦૫માં અમેરિકામાં પુષ્ટકાય મહિલાઓ આવી જિન્સ પહેરતી થઇ ત્યારે ત્યાંના અખબારોમાં તેની પુષ્કળ આલોચના થઇ હતી. સામાન્ય અમેરિકનોને એમ લાગતું હતું કે ફેશન જગતની આ ગંભીર ક્ષતિ ગણાય. એકદમ નીચી અને ચુસ્ત ડેનિમમાંથી દેખાતા અંગો કેટલાં ભદ્દાં લાગે છે. 

જોકે ફેશન ડિઝાઇનરો આટઆટલી આલોચના પછી પણ સખણાં નથી રહ્યાં. થોડા વર્ષના વિરામ પછી તેમણે ફરીથી આવી જિન્સનો ટ્રેન્ડ શરૂ કર્યો. અને જેનિફર લોપેઝે  ૨૦૧૭ની સાલમાં છેક જનનાંગ પાસેથી શરૂ થતી ડેનિમ પહેરી. તેની જિન્સના ઉપરના ભાગમા ં તેનું પૂરેપૂરું આંતરવસ્ત્ર દેખાતું હતું. સુપરમોડેલ બેલા હદીદે પણ એ વર્ષમાં જ  ક્લિવેજ  દેખાય એવા ટોપ સાથે નાભિથી બે આંગળી જેટલી નીચી જિન્સ પહેરી ત્યારે ફેશન જગતમાં આ ટ્રેન્ડ નવેસરથી જોર પકડવાના આસાર દેખાઇ આવ્યાં હતાં. જોકે આ પ્રકારના  કારનામા વર્ષ ૨૦૦૨માં જ  ક્રિસ્ટિના ઓગીલેરા અને ઘર આંગણે શેફાલી જરીવાલા કરી ચૂકી હતી. શેફાલી જરીવાલાએ તેના રિમિક્સ વિડિયો 'કાંટા લગા....'માં આંતરવસ્ત્ર દેખાય એટલી નીચી ડેનિમ પહેરી હતી. 

મઝાની વાત એ છે કે  એક વિદેશી ફેશન ડિઝાઇનરે ૧૯૯૩ની સાલમાં પોતાની મોડેલને લો-રાઇઝ જિન્સ પહેરાવી હતી. પરંતુ થોડાં વર્ષ પછી આ ફેશનનો  આરંભ કરવાનો યશ લેવા જાણીતી ગાયિકા મારિયા કેરી આગળ આવી હતી. તેમાને છે કે તેણે જ વર્ષ ૧૯૯૯માં આ ફેશનનો આરંભ કર્યો હતો.

- વૈશાલી ઠક્કર

Tags :