Get The App

શ્વેત વસ્ત્રો સાથે સુવર્ણાલંકારો એટલે સાદગી અને સૌંદર્યનું સંયોજન

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
શ્વેત વસ્ત્રો સાથે સુવર્ણાલંકારો એટલે સાદગી અને સૌંદર્યનું સંયોજન 1 - image


ફેશન જગતમાં શ્વેત રંગ સાથે સુવર્ણાલંકારો ઓલ ટાઇમ ફેવરિટ રહ્યાં છે. દર થોડાં વર્ષે રેડ કાર્પેટ પર આ કોમ્બિનેશન અચૂક જોવા મળે છે. આ વર્ષે ફરી એક વખત સફેદ પરિધાન સાથે પીળી ધાતુના ઘરેણાંએ ધૂમ મચાવી છે. આંતરરાષ્ટ્રીય ફેશન શોઝમાં જાણીતી મોડેલોએ આ કોમ્બિનેશનને ફરીથી ફેશનના રાજમાર્ગ પર લાવી દીધું ત્યારે આપણી જાણીતી અદાકારાઓએ પણ તેમાં જરાય કસર નથી છોડી. 

થોડા સમય પહેલા દીપીકા પાદુકોણે તેના વાઇટ ડ્રેસ સાથે કાનમાં સોનાના અનોખી ડિઝાઇનના લટકણિયા પહેર્યાં હતાં. જ્યારે અનુષ્કા શર્માએ બલૂન સ્વીવ્ઝના સફેદ રંગના મીની ડ્રેસ સાથે રોઝ ગોલ્ડનું બ્રેસલેટ પહેીને આકર્ષણ જમાવ્યું હતું. યુવા પેઢીની જાહ્ન્વી કપૂરને પણ તેની મમ્મી શ્રીદેવીની જેમ વાઇટ પોશાક બહુ ગમે છે.તેણે વાઇટ પેન્ટસુટ સાથે ગોલ્ડન બ્રેસલેટનું કોમ્બિનેશન કર્યું હતું. 

ફેશનિસ્ટો માને છે કે સફેદ રંગ  હંમેશાં સૌમ્ય લુક આપે છે. આ હળવા દેખાવને સોનાના દાગીના અનોખો ઉઠાવ આપે છે. આમ શ્વેત સાથે પીળી ધાતુનું સંયોજન સાદગીમાં સૌંદર્ય ઉમેરે છે.મહત્વની વાત એ છે કે આ વસ્ત્રાભૂષણો કોઇપણ વર્ણ કે વયની મહિલાને શોભે છે. તેઓ વધુમાં કહે છે કે હમણાં લગ્નસરા ચાલી રહી છે ત્યારે સફેદ રંગના સુંદર લહંગા-ચોલી સાથે ભારે સુવર્ણાલંકારો ખૂબ સુંદર લાગે. જોકે ગુજરાતી પ્રજા માટે આ કોઇ નવી વાત નથી.નવવધૂઓ સફેદ પાનેતર સાથે સોનાના પરંપરાગત ઘરેણાં પહેરીને કેટલી આકર્ષક દેખાય તે કહેવાની જરૂર ખરી? 

ફેશન ડિઝાઇનરો કેવા ડ્રેસ સાથે સોનાના કેવા દાગીના પહેરવા તેની જાણકારી આપતાં કહે છે કે જો તમે સ્ટેરટ નેકલાઇનનું ટોપ પહેર્યું હોય તો ડ્રોપ ઈયરરિંગ પહેરો. પરંતુ સ્વીટહાર્ટ નેકલાઇન સાથે કોલર નેકલેસ અને સ્ટેટમેમન્ટ ઇયરરિંગ ખૂબ જચશે. 

સ્કૂપ નેકલાઇ સાથે સ્ટડ ઇયરરિંગ્સ, બ્રેસલેટ્સ, નાજુક પેન્ડન્ટ અનોખું આકર્ષણ પેદા કરશે. જ્યારે હાઇ નેકના પોશાકમાં હેર એકસેસરી અને સ્ટડ ઇયરરિંગ્સ નોખી ભાત પાડશે. 

ઓફ્ફ શ્વેત વસ્ત્રો સાથે સુવર્ણાલંકારો 

શોલ્ડર ડ્રેસમાં  ચોકર કે  કોલર નેકલેસ ગરદનની  શોભા વધારશે. તેની સાથે સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ, ઇયર કફ્સ અને ક્લાઇમ્બર્સ પણ નોખો લુક આપે છે.

જોકે એવું બિલકુલ જરૂરી નથી કે તમે પ્લેન વાઇટ ડ્રેસ જ  પહેરો. સિલ્ક,જ્યોર્જટ, ક્રેપ જેવા ફેબ્રિકમાંથી બનાવેલા વાઇટ ડ્રેસમાં ગોલ્ડન વર્ક, ખડી ઇત્યાદિનું સંયોજન પણ એટલું જ સુંદર લાગે છે. જો તમારા પરિધાનમાં ગોલ્ડન વર્ક વધારે હોય તો દાગીના હળવા પહેરો. આમ કરવાથી સોનેરી વર્ક ઝંખવાઇ નહીં જાય.જ્યારે  પ્રૌઢ મહિલાઓ ગોલ્ડન કિનારીવાળી વાઇટ કે ઓફ્ફ વાઇટ સાડી સાથે સોનાના દાગીના પહેરે તો તેમનું વ્યક્તિત્વ જાજરમાન લાગે છે.

- વૈશાલી ઠક્કર

Tags :