વાચકની કલમ .
કિરતારે કરી લ્હાણી...
અહા! વાદળે વાદળે ભર્યાં પાણી-પાણી,
કિરતારે કરી કૃપા-કરી પ્રાણની લ્હાણી...
રૂમઝૂમ, રૂમઝૂમ વહી સરિભ રાણી
ગગન-વિહારી મેઘ કેરી આણ વર્તાણી...
કિરતારે...
કોયલકીએ સલૂણાં તે ગીત સૂણાવ્યાં...
મંદ વાતા વાયુએ પર્ણ-પારણાં ઝૂલાવ્યાં...
ખેતરે ખેતરે લહેરાશે ધાન્ય-ધાણી
હાશ! જગ-તાતે મીઠી સોડ તાણી...
કિરતારે...
ત્રિભંગ અંગે મૂલ નાયે ઢેલ જાતવાલી...
મંદિરીયે-મંદિરીએ
ગૂંજે ઝાલર ભાવવાળી...
એક એક બુન્દે પ્રભુ,
પ્રીત તારી પીછાણી...
સ્વીકારજે પ્રભુ,
અમ કાળી ધોળી પાણી...
કિરતારે...
જસમીન દેસાઈ 'દર્પણ'
(રાજકોટ))
વાયરો વસંતનો
રવિ ઉગ્યો ઊગમણે આભમાં?
વાયરો મીઠો વાયો વસંતનો...
આકાશે ખીલતા સોનેરી રંગ,
શૃંગાર છલકે ઊરના ઉમંગનો...
વડલા ડાળે બાંધી હીંચકો,
ઊર છલકાય સંગીતનાં સૂરમાં.
ગીત ગાયા ખુલ્લા આકાશનાં,
જામી મહેફિલ કવિતાના સંગમાં.
કેસૂડો ટહુક્યો ફાગણના રાગમાં,
મરક-મરક થાય મંજરીઓ કુંજમાં.
સહિયર ગહેકે વગડાની ગોદમાં,
ખૂશ્બૂ, મ્હેંકી ડુંગરાની ઢાળમાં.
ચૌધરી નારસિંગ આર.
(માંડવી, સુરત)
વસંતનો સત્કાર
વસંતના આગમને
મારું જીવન પલટાયું જ્યાં,
ફાગણના ફાગ ગાવાને
આપણે બેતાબ બન્યાં.
ભાર ઉનાળે તારી શાહી સવારી
રસતરબોળ કરે,
વસંતના વાયરાની છાલક
ભાવ વિભોર કરે મનડું.
આહલાદક સમું વાતાવરણ
મને પસંદ લાગ્યું,
પાનખરની વિદાયે નવી કૂંપળોનું
બાળપણ પ્રેરક.
પાનખર કહે ધીરી બાપુડિયા
વસંતના ઉનાળામાં,
મધુમાલતી રાતરાણી
ચોમેર ફોરમ ફેલાવે ફાગણે.
વનરાજીનાં વૃક્ષો નવપલ્લિત
થઈને સત્કારે વસંતને
વનરાવનમાં કેસૂડો ભગવો
પહેરીને બેઠો છે વસંતમાં,
કોયલના ટહુકા અને
નાની ચકલી પણ ગુંજન દોહરાવે.
પરેશ જે. પુરોહિત
(કલોલ , રણાસણ)
મારો પ્રેમ
મારો પ્રેમ આકાશ જેવો છે,
જે જળ વરસાવે, વરસાવે.
મારો પ્રેમ વરસાદ જેવો છે,
જે જંગલો ઉગાવે, ઉગાવે.
મારો પ્રેમ જંગલો જેવો છે,
જે પ્રકૃતિ જગાવે, જગાવે.
મારો પ્રેમ
પ્રકૃતિ જેવો છે,
જે ફૂલો સજાવે, સજાવે.
મારો પ્રેમ ફૂલો જેવો છે,
જે ફોરમ ફેલાયે, ફેલાવે.
મારો પ્રેમ સાગર જેવો છે,
જે સંઘળું સમાવે, સમાવે.
મારો પ્રેમ 'સૂરજ' જેવો છે,
જે જીવન અપાવે, અપાવે.
સૂરજ પરમાર
(અમરેલી)
સંગિની
મારી લાગણીઓને
પ્રેમથી સમજાવી લઉં છું,
તારી માંગણીઓને,
હેતથી સમાવી લઉં છું.
નજર જ્યારે આપણી મળે છે, પરસ્પર,
ને દિલના દરવાજા ઉઘાડી
પ્રેમને વધાવી લઉં છું.
પ્રેમ સાગરે આવે ભરતી-ઓટ
નથી દોષ સજાયનો,
બેસી વહાલના કિનારે
નફરતને ભગાડી લઉં છું.
છે, ભરી
ઉદારણના પૂરાતા
મારી હે પ્રીય સંગિની,
જીવું છું તારા સથવારને
જગતની નફરત સમાવી લઉં છું.
છું તારો જ માણીગર ન
દ્યર વહેમ ઓ સજની,
સમજી 'રાહી' તો જાતને
તારા પ્રેમ સાગરે ઝબોળી લઉં છું.
'રાહી' બિપિન વાઘેલા
(ટુંડજ, અંકલેશ્વર)
યાદ સતાવે
મને તારી યાદ કરોજ આવ્યા કરે,
દિન ભર મને કંઈક વિચાર આવ્યા કરે.
હું 'એકલો હોઉ' ઘરમાં, જો તું ન દેખાય,
ત્યારે મને તારા જ વિચારો સતાવ્યા કરે.
તારા શબ્દો ઘડીભર મનમાં ગુંજ્યા કરે,
તારી સ્મૃતિઓ મારૂં દિલ ધબકાવ્યા કરે.
તારૂં દર્શને મને થાય મારાં જ હૃદયમાં,
તું નડીં તો તારો પડછાયો દેખાયા કરે.
બાગમાં જેમ પુષ્પો સુગંધ ફેલાવ્યા કરે,
ભ્રમરો જેમ ફૂલોના રસને પીધા કરે.
તારી યાદ દિલબર હંમેશ સતાવ્યા કરે,
હશે એ જ મરજી ખુદાની,
હવે બસ થયું.
રોજ આ રીતે મારૂં
દિલ દુભાયા કરે,
તારી રાહમાં
બેઠો છું, મન મુંઝાયા કરે.
ક્યારે આવીશ એવો પ્રશ્ન પુછાયા કરે,
હવે જલ્દી આવ મારૂં મન
રાજી રાજી રાખ્યા કરે,
તારી યાદ મને કાયમ આવ્યા કરે.
ભરત અંજારિયા
(રાજકોટ)
તારું સ્મરણ રહેશે સદા
પ્રેમના ઓરતા રહ્યા અધૂરા,
દિલમાં રહેશે સદા અજંપો.
મળીને આપેલ વિખૂટા પડયા,
આંખ બંધ કરી જોઉ તને.
જાગ્રત હોવ તો ક્યાંય ન મળે,
હાથના કર્યા વાગ્યા હૈયે.
કાળજાના મારા કટકા થયા,
નિશદિત જોવ વાટ તારી.
ક્યારેક આપણે થશું ભેગા,
મનમા વસી છે છબી તારી.
શ્વાસો પર જપુ તારી માળા,
કોને કહુ દિલની વાત.
ન ભેરૂ કોઈ સંગાથ,
નભમાં વસે જેટલા તારા.
એટલા વધ્યા દુખના દહાડા,
વેરણ થયા દિવસ મારા.
ગોઝારી બની છે રાતલડી,
તું છે મારા પ્રેમનો સાક્ષી,
હે પૂનમના ચાંદલિયા.
રામજીભાઈ કુંઢડિયા
(વિધવિહાર (મુંબઈ)
સાંચા સંબંધો
સંબંધ છે, તો લાગણી અને માગણી છે,
શ્વાસે શ્વાસ વિશ્વાસ છે,
કોને ખબર કેટલી વહી અને કેટલી રહી,
આનો મનખા મેળો,
મળ્યા, હળ્યા અને છૂટા પડયા, બસ,
આ તો જીંદગીનો પ્રયાસ છે,
હર પળ જીંદગીના રંગ બદલાય છે,
સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
પળ પળ માનવીના
મન બદલાય છે,
કહે 'ધરમ'
બસ નથી
બદલાતા એ સંબંધો,
જે સાચા
દિલથી બંધાય છે.
ધરમ મગનલાલ પ્રજાપતિ
(મગુના, લાલજીનગર)
જીવતરનો જંગ
જીવતરના જંગમાં કયાં સુધી લડયા કરું,
આશા અરમાનોને લઈ
ક્યાં સુધી ફર્યા કરું...
જીવન નૈયા શોધે છે ફક્ત કિનારો,
સંસાર સાગરમાં ક્યાં સુધી તર્યા કરું...
ચંચળ મનને રોકવું ઘણું મુશ્કેલ છે,
વિચારોના વંટોળમાં
ક્યાં સુધી ઉડયા કરું...
દુ:ખના ડુંગરો તો હંમેશા વધતા જાય છે,
સુખના સપનામાં કયાં સુધી મ્હાલ્યા કરું...
દુનિયાના દુખો જોઈને શ્રદ્ધા તૂટી રહી છે,
તારા નામને ક્યાં સુધી જપ્યા કરું...
આજીજી કે કાલાવાલાની પણ હદ હોય છે,
મંદિરે, મસ્જિદે ક્યાં સુધી દોડયા કરું...
ઉગીને આથમવું એક અવિરત ક્રમ છે,
જન્મ મરણના ફેરા ક્યાં સુધી ફર્યાં કરું...
ભગુભાઈ ભીમડા
(હલદર, ભરૂચ)
પ્રેયસીની તારિફ
તું અટારીથી ઘડીક ડોકાય છે,
હર કોઈની નજરો ત્યાં મંડાય છે.
ઉપવનમાં પાવન પગલાં જ્યાં તેં કીધાં,
પાનખરમાં પણ બહાર આવી જાય છે.
તારી છબીના સહુ કોઈ દિવાના છે,
સામા મળનારાના તો હાલ ખોવાય છે.
એક દ્રષ્ટિ આકાશ ઉપર જ્યાં તેં કરી,
ચાંદો પણ વાદળમાં જઈ સંતાય છે.
તું બોલે છે તો લાગે છે ફૂલો ગર્યા,
તારા રૂપનો જાદૂ બધે છવાય છે.
યોગેશ આર.જોષી
(હાલોલ)