Get The App

'Envelope'': ફોનનું વળગણ છોડાવતી ગૂગલની એપ, ફોનને પરબીડિયામાં મૂકીને સીલ કરી દો

અપડેટ - કેવલ ઉમલેટિયા

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News

વર્તમાન સમયે આપણે બધા જ ટેકનોસેવી બની રહ્યા છીએ. આપણું રોજિંદા જીવન દિન પ્રતિદિન ટેકનોલોજી આધારિત બની રહ્યું છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ તેમાં સૌથી ઉપર છે. અત્યારે એવો સમય છે કે એક ટાઇમ ખાધા વગર ચાલશે પરંતુ સ્માર્ટફોન વગર નહીં ચાલે. 

ચાર વર્ષના બાળકથી માંડીને લગભગ બધા લોકો માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયો છે. લોકોને સ્માર્ટફોનનું વળગણ થઇ ગયું છે. જેના કારણે તેઓ પરિવાર અને પોતાની જાતને પણ સમય નથી આપી શકતા. ત્યારે કદાચ તમને જાણીને થોડું આશ્ચર્ય થશે, કે ગૂગલ ઇચ્છે છે કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કરો, અને જે સમય બચે તેને પરિવાર અને પોતાની જાતને આપો.

લોકો સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડી શકે તે માટે ગૂગલે ૨૦૧૮ના વર્ષથી જ ડિજિટલ વેલબીઇંગ ઇનિશિએટિવ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત હાલમાં જ ગૂગલે કેટલીક ખાસ એપ્લિકેશન બનાવી છે, જે લોકોને સ્માર્ટફોનનો ઉપયોગ સિમિત કરવામાં મદદ કરશે. જેમાંથી એક એપનું નામ છે, '‘Envelope''. ગુજરાતીમાં એન્વલપનો અર્થ પરબીડિયું થાય છે.

એપના નામ પ્રમાણે જ એપના ઉપયોગ માટે હકીકતમાં એન્વલપની જરૂર પડે છે. ખાસ ડિઝાઇન કરેલા પેપરમાંથી પરબીડિયું બનાવવાનું અને ફોન તેમાં મુકીને સીલ કરી દેવાનું. બાદમાં 'Envelope'. એપની મદદથી પરબીડિયા ઉપરથી જ ફોનનો ઉપયોગ થઇ શકશે, પરંતુ માત્ર મર્યાદિત. તમે માત્ર ફોન લગાવી શકો, ફોટો અથવા તો વીડિયો લઇ શકો બસ. 

ખાસ ડિઝાઇન કરેલા એન્વલપની પીડીએફ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવાની, બાદમાં તેમાંથી પરબીડિયું બનાવવાનું. જેમાં એક ટેમ્પલેટ પર ફોનની ડાયલર સ્ક્રિન પ્રિન્ટ થયેલી હશે, જેની મદદથી ફોન કરી શકાશે. તો બીજા એક ટેમ્પલેટમાં ફોટો અને વીડિયોના બટન હશે. જેના મારફતે એન્વલપની અંદરથી જ ફોટો અને વીડિયો લઇ શકાશે.

વર્તમાન સમયે તો માત્ર ગૂગલ પિક્સલ ૩એ માટે જ આ એપ ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય જો તમારે સમય જાણવો હોય તો તેના માટે પણ એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે. ગૂગલ એન્વલપમાં ફોન મુક્યા બાદ તેને ગમથી સીલ કરવાની ભલામણ કરે છે. બાદમાં જ્યારે ફોનની ખરેખર જરૂર હોય ત્યારે એન્વલપ તોડીને બહાર કાઢી લેવાનો.

Activity Bubbles અને Screen Stopwatch
‘Envelope'  એપ સિવાય ગૂગલે બે અન્ય એપ બનાવી છે, જે લગભગ બધા જ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઇ શકે છે. Activity Bubbles અને Screen Stopwatch આ બંને એપને ગૂગલની ક્રિએટીવ લેબ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બંને એપ ખાસ પ્રકારના લાઇવ વોલપેપર છે. 

Activity Bubbles એપમાં એવું વોલપેપર આવશે, જે દરવખતે ફોનનો લોક ખુલતાની સાથે જ એક બબલ બનાવી દેશે. આ દિવસમાં તમે કેટલી વખત લોકો ખોલો છે તેના આધારે સ્ક્રિન પર બબલ એકઠા થશે. તો Screen Stopwatch  એપમાં તમને દેખાશે કે તમે કેટલો સમય ફોનનો વપરાશ કરો છે. તેના માટે ખાસ ઘડિયાળશ હશે. જે બતાવશે કે તમે ફોનને કેટલા સમય પહેલા અનલોક કર્યો છે.  બંને એપ દિવસ પુરો થતા રિસેટ થઇ જશે. 

Tags :