Get The App

ટોપ-10 રિઆલિટી શોઝ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
ટોપ-10 રિઆલિટી શોઝ 1 - image

'બિગ બોસ' : 

વિવાદાસ્પદ હોવા છતાં આ શોની નાનીમોટી સેલિબ્રિટીઓએ  'બિગ બોસ'ને ખરા અર્થમાં 'બોસ'નું સ્થાન અપાવી દીધું.

'ઇન્ડિયન આઇડલ' : 

આ રીઆલિટી શોના એક એકથી ચડિયાતા ગાયક-ગાયિકાઓએ દર્શકોને ડોલાવીને બતાવી આપ્યું હતું કે તેમના કંઠના કામણ શોને મહત્વનું સ્થાન લેતાં નહીં અટકાવી શકે.

'કૌન બનેગા કરોડપતિ' : 

કરોડપતિ બનવાની હોડમાં સામેલ થયેલા સ્પર્ધકો અને અમિતાભ બચ્ચનના સંચાલનને પગલે વર્ષોથી લોકપ્રિય રહેલા આ શોએ આ વર્ષે પણ તેનું નામ ટોચના ૧૦ શોમાં નોંધાવ્યું હતું.

'ખતરોં કે ખિલાડી' : 

કેટલીક વખત સૂગ ચડાવે અને ક્યારેક જીવ ઊંચા કરી દે એવા સ્ટંટ દર્શાવતા આ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોની મૃદુ-કઠોર નીતિ કામ કરી ગઈ અને શોને ટોપ-૧૦માં સ્થાન અપાવ્યું.

'સુપર ડાન્સર' : 

આ વર્ષના જૂલાઈ માસમાં શરૂ થયેલા આ રીઆલિટી શોના ડાન્સરોએ લોકોના મન મોહવામાં કોઈ મણા નથી રાખી.

'રોડીઝ' : 

લાંબા વર્ષોથી ચાલી રહેલા આ સાહસિક શોના યુવાન હરીફોએ તેમાં નાટકીયતા ઉમેરીને મહત્વનું સ્થાન સફળતાપૂર્વક અકબંધ રાખ્યું હતું.

'ધ કપિલ શર્મા શો' : 

આ ટોક શોના પુન:પ્રસારણે દર્શકોને ફરીથી પેટ પકડીને હસાવવા સાથે રેંકિંગમાં અગત્યનું સ્થાન મેળવી લીધું હતું.

'સા રે ગ મ પ' : 

વર્ષોથી ચાલી રહેલા 'સા રે ગ મ પ'નાં ગાયક-ગાયિકાઓના અફલાતૂન પરફોર્મન્સે આ વર્ષે પણ લોકોના દિલમાં સફળતાપૂર્વક જગ્યા બનાવી છે.

'શાર્ક ટેંક' : 

પ્રાઈમ ટાઈમ ઓડિયન્સને આ એન્ટ્રપ્રેન્યોરશીપની પ્રેરણા આપતો શો ખાસ્સો ગમી રહ્યો છે.

'પતિ પત્ની ઔર પંગા' : 

નવા નવા સેલિબ્રિટી યુગલોના જીવનમાં ડોકિયા કરવાની તકે આ શોને ટોપ-૧૦ની યાદીમાં લાવી મૂક્યો.