પક્ષીઓની વિશેષતા .
આક્રમક સેક્રેટરી
બાજ જેવું દેખાતું સેક્રેટરી પક્ષી હંમેશાં ઝપાટા મારીને, ઝૂંટવીને ખોરાક ખાય છે. તેનો સ્વભાવ જ આક્રમક છે. વળી, તેને એકલા રહેવું બહુ ગમે છે.
શિકારી હેરિયર
હેરિયર એટલે કે શિકારી પટ્ટાઈ પક્ષી સમડીથી થોડુંક નાનું અને પાતળું શરીર ધરાવે છે. તે જમીનથી સહેજ ઊંચે ઊડે અને શિકાર દેખાતાં જ હુમલો કરી દે છે.
મોજ કરતું મુનિયા
હંમેશાં મોજમાં રહેતું મુનિયા વગડામાં હોય કે પાંજરામાં હોય તોય આનંદમાં જ રહે. લીલા, લાલ, સફેદ એવા અનેક રંગમાં આ પક્ષી જોવા મળે છે.
કબૂતરથી થોડુંક નાનું આ પક્ષી હુપો નામથી ઓળખાય છે. તેની કલગી વિશિષ્ટ છે. ઊડે ત્યારે કલગી બિડાયેલી જ રહે છે, પણ જમીન પર ઊતરે ત્યારે પંખા આકારે ઊઘડી જાય. તેને શુકનિયાળ માનવામાં આવે છે. તે ઘણી વાર હુ-પો-પો એવો મધુર અવાજ કરે છે.
ખોરાકની શોધમાં ફરતું ઓઇસ્ટરકેચર
કાદવ- કીચડની આસપાસ રહેવું તેને ગમે છે. ખોરાક માટે સરળતાથી શિકાર કરી શકાય એવી જગ્યાએ માવો બાંધવાનું પસંદ કરે છે. તેના માળો જમીન પર પડેલા કચરાના નાનકડા ઢગલા જેવો દેખાય છે. ક્યારેક તો તે છીપલાં કે નાના નાના શંખ તોડીને પણ પોતાના માળાની આસપાસ ગોઠવી દે છે. દરિયાકિનારાની રેતી અને ત્યાંના પહાડોની ઊંડાણપૂર્વક શોધ કરે છે. વળી, એ માટે તેની લાંબી, અણીદાર, જાડી ચાંચ ખૂબ જ મદદરૂપ થાય છે.