Get The App

ડિઝાઈનર બ્લાઉઝનો ક્રેઝ

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
ડિઝાઈનર બ્લાઉઝનો ક્રેઝ 1 - image


યુવાન હોય કે વયસ્ક સૌ કોઈ સુંદર દેખાવા માંગે છે અને સુંદરતા વધારવામાં ફેશનનું મોટું યોગદાન હોય છે. ફેશનમાં સૌથી અગત્યના હોય છે પરિધાનો. કપડાં આકર્ષક હોવા અત્યંત જરૂરી છે. પારંપારિક પરિધાનની વાત કરીએ તો સાડીનું નામ સૌથી મોખરે આવે છે. તે હંમેશાં નવા ટ્રેન્ડમાં સામેલ રહે છે અને તેને વધારે આકર્ષક બનાવે છે તેનો બ્લાઉઝ.

આજકાલ ડિઝાઈનર બ્લાઉઝનો ક્રેઝ છે. દરમિયાન તેમને લાગ્યું કે બધી સ્ટાઈલ બદલાતી રહે છે, પરંતુ સાડીનો ક્રેઝ ક્યારેય ખતમ નથી થતો. બ્લાઉઝમાં થોડા ફેરફાર કરીને તેને હંમેશા પહેરી શકાય છે. વિદેશમાં રહેતી મહિલાઓ પણ ભારતીય બ્લાઉઝની ખરીદી વધારે કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરંપરાને નવો લુક આપવાનો હોય છે.

પ્રસંગો અને હવામાનનો પણ ખ્યાલ દેવારુન જણાવે છે કે આજકાલ મહિલાઓ સાડી ઓછી પહેરે છે, પણ ખાસ પ્રસંગ કે તહેવારોમાં તે સાડી ખાસ પહેરે છે. તેનું બજાર ક્યારેય ખતમ નથી થતું. જોકે આજકાલ કોન્ટ્રાસ્ટ પહેરવાનું ચલણ છે, પરંતુ બ્લાઉઝની પસંદગી કરતી વખતે આટલી બાબતો જરૂર ધ્યાનમાં રાખો:

* જો કાળા રંગના શિફોન બ્લાઉઝ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હોય, તો તે કોઈપણ રંગની સાડી સાથે પહેરી શકાય છે.

* તહેવારોના સમયે ડાર્ક કલરના બ્લાઉઝ વધારે પોપ્યુલર બને છે, જેમાં રેડ, બ્લૂ, ઓરેન્જ, ગ્રીન, એમરલ્ડ ગ્રીન, વાયોલેટ વગેરે બધા કલરના બ્લાઉઝ બજારમાં ઉતારવામાં આવે છે.

* ગરમીની સીઝનમાં લાઈટ કલર, જેમાં પિંકની ઉપર સિલ્વર વર્ક, એમ્બ્રોઈડરીનું કામ, વાઈટ, ઓફ વાઈટ, ટર્ક્વોઈઝની ઉપર સિલ્વર વર્ક ખૂબ પોપ્યુલર છે. આ બ્લાઉઝને તમે સિલ્ક, શિફોન,જોર્જેટ વગેરે તમામ સાડીઓ પર પહેરી શકો છો.

* મોટાભાગના બ્લાઉઝ પારંપારિક અને એથનિક લુક ધરાવતા હોય છે. તેની કિંમત રૂા.૪ હજારથી શરૂ કરીને લાખોમાં હોય છે. જો વર્ક વધારે હોય તો કિંમત વધારે અને વર્ક ઓછું હોય તો કિંમત પણ ઓછી હોય છે. આ સિવાય બ્લાઉઝમાં વાપરવામાં આવેલા કપડાંના આધારે પણ તેની કિંમત નક્કી કરવામાં આવે છે.

દેવારુને જણાવ્યા પ્રમાણે આ કિંમતી બ્લાઉઝોને ખૂબ સાચવીને રાખવા પડે છે. તેમના મતે -

* તેને મલમલના કપડાંમાં લપેટીને તિજોરીમાં રાખો.

* જો બ્લાઉઝ પરસેવાથી ભીનો થઈ જાય તો હવામાં સૂકવીને જ કબાટમાં મૂકો.

* ડિઝાઈનર બ્લાઉઝને હંમેશાં ડ્રાયવોશ કરવો.

Tags :