વાર્ધક્યને અટકાવવા માટેનો આહાર અને કાળજી
એન્ટિ એજિંગથી રક્ષણ પામવા માટે વિવિધપેકની સાથેસાથે યોગ્ય ડાયટ અને વધારાની કાળજી જરૂરી છે.
યોગ્ય આહાર
વધુ પડતી કોફી પીવાનું છોડી દેવું. કોફીમાં સમાયેલા કેફીન એડ્રીનલ ગ્લેન્ડને સ્ટિમ્યૂલેટ કરે છે. આપણા શરીરમાંની આ ગ્લેન્ડ શરીરમાંની મહેક જાળવી રાખે છે. જેમ-જેમ વય વધે તેમ શરીરની ગંધ સ્વાભાવિક રીતે ઓછી થતી જાય છે. એટલું જ નહીં, આંખની જ્યોતિ ઝાંખી પડે છે ્ અને યાદદાસ્ત પર પણ કોફીની વિપરીત અસર પડે છે.
દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું મહત્ત્વનું છે. પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને શરીરમા પર્યાપ્ત નમી જળવાઇ રહે છે જેથી ત્વચાનું લચીણાપણું જળવાઇ રહે છે.
ટામેટાનું સેવન નિયમિત કરવું.ટામેટામાં સમાયેલા લાઇકોપીન એન્ટી ઓક્સિડન્ટ છે. જે ત્વચા પર પડતા યૂવી કિરણોની અસર ઓછી કરે છે. ટામેટાના સેવનથી આંખ અને ગરદન પરની કરચલી દૂર થાય છે.
રોજિંદા આહારમાં વિટામિન બી ૧૨નો સમાવેશ હોવો જરૂરી છે. તેની ઊણપથી ડિપ્રેશન, કમજોર યાદદાસ્ત તેમજ પેશાબને રોકવામાં તકલીફ થાય છે. વિટામિન બી ૧૨ લો ફેટ મિલ્ક, દહીં, ચીઝ, ઇંડાઅનાજમાંથી પ્રાપ્ત થાય છે.
સૂકામેવો પોષક છે, પરંતુ તેમાંય અંજીરનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે. અંજીરમાં એન્ટી ઓક્સિડન્ટ છે. જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.
દ્રાક્ષનું સેવન લાભદાયી સાબિત થયું છે. દ્રાક્ષમાં આર્થરાઇટિસ સામે રક્ષણ આપવાના ગુણ છે. અકાળે સાંધાના દુખાવાની સમસ્યા થતી નથી.
સંશોધનના અનુસાર જે લોકો, લાલ અને ઓરેન્જ ફ્રુટનું સેવન કરે છે, તેમનું કોમ્પેક્ષન બહુ સારુ ંહોય છે.
વધારાની કાળજી
સૂતી વખતે ઢીલા,આરામદાયક અને પાતળા પરિધાન પહેરવા. જેથી બોડી જલદી કુલ ડાઉન થશે અને એન્ટી એજિંગ હોરમોન્સ પણ આસાનીથી રિલીઝ થશે.
લાંબા સમય સુધી એકસરખું બેસી રહેવું નહીં. થોડીથોડી વારે ઊઠી બોડીને એકટિવ કરતા રહેવું જેથી કેલરી પણ બર્ન થશે.
સનસ્ક્રીન લોશન દરેક ઋતુમાં નિયમિત લગાડવું. તડકાને કારણે ત્વચા રૂક્ષ બની જતી હોય છે. ચહેરાની સાથેસાથે ખુલા અંગ પર પણ સનસ્ક્રીન લોશન લગાડવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
આંખની આસપાસની ત્વચા પર અકાલે કરચલી પડતી અટકાવવા માટે ગોગ્લસ પહેરવા તેમજ આંખની આસપાસ ક્રીમ લગાડવું.
વ્યાયામ અને મેડિટેશન નિયમિત કરવા. તે ત્વચાનો સૌથી મોટો દુશ્મન ચિંતા અને માનસિક તાણને દૂર કરે છે. સ્વસ્થ અને ખુશ રાખનારા હોર્મોન્સ રલીઝ કરે છે. રિલેક્સ તેમજ હળવા મૂડમાં રહેવાથી ત્વચા પરપણ પોઝિટિવ અસર દેખાય છે. નિયમિત બ્રિસ્ક વોક તેમજ યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
ત્વચા પર કોપરેલથી માલિશ કરવાથી ત્વચા સ્વસ્થ અને યુવાન રહે છે.
પૂરતી નિંદ્રા લેવાથી ત્વચા રિલેક્સ અને યુવાન રહે છે.
- સુરેખા