શિયાળામાં હોઠની કાળજી
હોઠને ગુલાબી-લાલ કરવા માટે તાત્કાલિક ફાયદા તરીકે બીટનો રસ, ક્રીમ બદામનું તેલ મધ અથવા દેશી ઘી ભેળવી લગાડવું. રાતના લગાડી સવારે ધોઇ નાખવું.
શિયાળાની ઠંડી હવાને કારણે હોઠ રૂક્ષ થઇ જતા હોય છે. તેથી જ આ ઋતુમાં હોઠની કાળજી મહત્વની બની જતી હોય છે.
ગુલાબજળમાં મધના થોડા ટીપાં ભેળવવા. દિવસમાં ત્રણ-ચાર વખત હોઠ પર લગાડવું. હોઠ પરની કાળાશ દૂર થશે.
રોજ સ્નાન કરતી વખતે નાભિમાં તેલ લગાડવું. હોઠ પર પોપડી નહીં બાઝે તેમજ મુલાયમ રહેશે.
સ્નાન પહેલા હોઠ પર એલોવેરા જેલ લગાડવું.
હોઠ પર પોપડી બાઝી ગઇ હોય તો સ્ક્રબ કરવું નહીં. આવા હોઠ પર રાતના સૂતી વખતે એન્ટિસેપ્ટિક ક્રીમનું જાડુ પડ લગાડવું. સવારે હળવા હાથે રગડીન મૃત ત્વચા દૂર કરવી. કુદરતી ઓઇલ, શિયા બટર અને વિટામિન ઇ સમાયેલા હોય તેવા ડે લિપ બામ લગાડવું. અઠવાડિયે બે વખત કરવાથી ફાયદો થશે.
તાજી મલાઇમાં ચપટી હળદર ભેળવી રાતના હોઠ પર લગાડવી.સવારે હુંફાળાપાણીથી હોઠ ધોઇ નાખવા. નિયમિત લગાડવાથી હોઠની કાળાશ દૂર થશે તેમજ મુલાયમ રહેશે.આ ક્રિયા અઠવાડિયે બે વખત કરવું.
ગુલાબની તાજી પાંખડીઓની પેસ્ટ એક મોટો ચમચો, એક નાનો ચમચો બટર, મધ અને મલાઇ ભેળવી પેસ્ટ બનાવી હોઠ પર લગાડી હળવા હાથેથી સ્ક્રબ કરવું હોઠ ધોયા પછી તેના પર મોઇશ્ચરાઇઝર રિચ લિપ બાલ્મ લગાડવું. અઠવાડિયામાં બે વખત કરવું.
લિપ ફ્રુટ પેક
દાડમનો રસ હોઠ માટે ફાયદાકારક છે. એક મોટો ચમચો દાડમનો રસ, તેમાં એક નાનો ચમચો ગુલાબજળ અને મોટો ચમચો તાજુ ડેરી ક્રિમ ભેળવી હોઠ પર લગાડવું. હોઠ ગુલાબી દેખાશે.
હોઠને ગુલાબી-લાલ કરવા માટે તાત્કાલિક ફાયદા તરીકે બીટનો રસ, ક્રીમ બદામનું તેલ મધ અથવા દેશી ઘી ભેળવી લગાડવું. રાતના લગાડી સવારે ધોઇ નાખવું.
ગુલાબજળ, ખીરાનો રસ સપ્રમાણ માત્રામાં લઇ તેમાં વિટામિ ઇ ઓઇલના બે ટીપાં ભેળવી હોઠ પર લગાડવું.
ગુલાબની તાજી પાંકડીઓ, હળદર-દૂધની પેસ્ટ, ેલોવેરા, બદામનુ ંતેલ, બીટ, ખીરાનો રસ, ગિલ્સરિન જેવી વસ્તુઓ હોઠ મુલાયમ કરવાના ઉત્તમ ઉપાય છે.
સફરજનના રસમાં લીંબુ અને મધના થોડા ટીપા ભેલવી હોઠ પર લગાડવું. અડધો કલાક બાદ હોઠને આંગળીઓથી હળવેથી રગડવા.
સંતરા, દ્રાક્ષ, તરબૂચના રસનો લિપ પેક પણ ફાયદાકારક છે.
જી છુંદેલુ પાકુ કેળુ અને મધ ભેળવી હોઠ પર લગાડી ૨૦ મિનીટ બાદ ધોઇ નાખવું.
હોઠ પરની ત્વચા ફાટી ગઇ હોય અને તેમાંથી લોહી નીકળતુ ંહોય તો, તુલસી અન ેબદામની પેસ્ટ બનાવી લગાડવી. આ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. લગાડયાના ૨૦ મિનીટ બાદ સ્ક્રબ કરીને દેશી ઘી લગાડવું.
વારંવાર હોઠને સ્પર્શ કરવો નહીં, તેમજ તેના પર બાઝેલી પોપડી ખેંચીન ેકાઢવી નહીં. લીંબુમાં ં બ્લિચલનો ગુણ છે તેથી હોઠ પર લીંબુ ફેરવવાથી પણ ફાયદો થાય છે.તેમજ લીંબુના અડધિયા પર સાકર ભેળવી લગાડવાથી હોઠ પરની કાળાશ દૂર થાય છે.
હોઠ પર કોપરેલ લગાડવું.દર બે કલાકે પણ લગાડી શકાય.
રાતના સૂતા પહેલા હોઠ પર એલોવેરા જેલથી મસાજ કરવો.
મધ અને સાકરનું મિશ્રણ બનાવી લગાડવું. સાકર મૃત ત્વચાને દૂર કરે છે. ત્રણ મોટા ચમચા મધ અને બે ચમચી બટર લઇ ઘટ્ટ પેસ્ટ બનાવીને પણ લગાડી શકાય,
શિયાળામાં હોઠ પર ઓઇટમેન્ટ બેસ્ડ લિપ બામ લગાડવા.એવા લિપ બામ ન લગાડવા જેમાં કપૂર, યુઇલિપ્ટસ ઓઇ અને મેન્થોલ ન હોય. ફ્રુટ અથવા એલોવેરા બેસ્ડ લિપ બામ લગાડવું.
દેશી ગુલાબ ની તાજી પાંખડીઓને કાચા દૂધમાં ભીંજવી, તેી પેસ્ટ બનાવવી. તેમાં સાકરનું બૂરુ ભેળવવું આ પેસ્ટને હોઠ પર લગાડી હળવેથી રગડવી. થોડી વાર લગાડી રાખવું. આ પેસ્ટ સ્ક્રિન પરની ડેડ સ્ક્ન દૂર કરશે. પછી હોઠ ધોઇને ફ્રુટ બેસ લિપ બામ લગાડવો.
-સુરેખા