અર્ટિકેરિયા(ખંજવાળ)ની સારવાર
હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા
કેટલાક સાબુ સ્નાન કરવા માટે વાપરવાથી 'આર્ટિકેરિયા' થઇ શકે માટે સાદા સુગંધ વગરના સાબુ વાપરો અથવા કેમિકલવાળા સાબુ વાપરશો નહીં
સ્થળ સંકોચને કારણે આર્ટિકેરિયાની ઘરગથ્થુ સારવાર ગયા અંકમાં આપી શક્યાં નહોતા તેની છે પ્રમાણે છે
ઘરગથ્થુ સારવાર
૧. એક રૂમાલમાં બરફ લઇને ખંજવાળ આવતી હોય તે જગાએ ૧૦ મિનિટ માટે ઘસો અને વધારે જરૂર લાગે તો આખા દિવસમાં ત્રણ ચાર વાર ઘસો
૨. બજારમાં 'કોલોઇડલ ઓટમિલ' મળે છે તે પાણીમાં નાખી ને તેનાથી સ્નાન કરો
૩. જો તમને 'કોલોઇડલ ગોલ્ડઓટ મિલ'ના મળે તો પાણીમાં બે ચમચી 'બેકિંગ સોડા'નાખીને તેનાથી સ્નાન કરો.
૪. કેટલાક સાબુ સ્નાન કરવા માટે વાપરવાથી 'આર્ટિકેરિયા' થઇ શકે માટે સાદા સુગંધ વગરના સાબુ વાપરો અથવા કેમિકલવાળા સાબુ વાપરશો નહીં.
૫. ચામડીને સુવાળી અને ચમકતી રાખવા બજારમાં ઘણા 'મોઇશ્ચરાઇઝર્સ' અને 'લોશન્સ' મળે છે તે વાપરવાના બંધ કરો.
૬. ગરમીને કારણે હંમશા ખંજવાળ વધારે આવશે માટે પાતળા સુતરાઉ કપડાં પહેરશો. તમારા ઘરમાં પણ ગરમી ના લાગે માટે પંખા કે એ.સી.નો ઉપયોગ કરશો. ઘરમાં કે બહાર જ્યારે બેઠા હો ત્યારે તડકો તમારા શરીર પર સીધો ના આવે તેનું ધ્યાન રાખશો.
આટલી ઘરગથ્થુ સારવાર પછી પણ જોઇતો ફાયદો થયો ના હોય અને કોઈ પણ જાતની દવાઓ ના લેવી હોય તો નીચે જણાવેલા કુદરતી ઉપચાર કરવા જોઇએ.
ઔષધીય સારવાર
૧. વિચ હેઝલ : પરદેશની આ વનસ્પતિમાં 'ટેનિન' વિપુલ પ્રમાણમાં હોય છે. હવે આ વનસ્પતિના તૈયાર ક્રીમ અને ટોનર બજાર દવાવાળને ત્યાં મળે છે તેનો ઉપયોગ કરો.
૨. એલો વેરા (કુવારપાઠું) :
કુવાર પાઠાના પાનમાંથી નીકળતા રસને શરીરની ચામડી પર લગાડવા માટે ઉપયોગ કરો. બજારમાં તૈયાર મળે છે તે લાવીને વાપરો.
૩. કેલેમાઇન લોશન : દવાવાળાને ત્યાં કેલેમાઇન લોશન મળે છે તેને રૂ અથવા કપડાંના ટુકડા પર લગાડીને ચામડી પર લગાડો.
૪. બેનાડ્રિલ : આ દવા લેવાથી પણ આર્ટિકેરિયામાં ઘણી રાહત થાય છે.
ખાસ નોંધ : આર્ટિકેરિયાનું મુખ્ય કારણ માનસિક તણાવ છે માનસિક તનાવ દૂર કરશો તો કોઈ પણ જાતના ઉપચારની જરૂર નહીં પડે એ યાદ રાખશો.
- મુકુન્દ મહેતા