Get The App

પરગ્રહવાસીઓ ઊડતી રકાબી જેવા અવકાશયાનોમાં અવારનવાર આપણી પૃથ્વીની મુલાકાતે આવે છે !

ગોચર-અગોચર - દેવેશ મહેતા

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
પરગ્રહવાસીઓ ઊડતી રકાબી જેવા અવકાશયાનોમાં અવારનવાર આપણી પૃથ્વીની મુલાકાતે આવે છે ! 1 - image


એકદમ નાના કદના એ છ મૃત પરગ્રહવાસી પ્રાણીઓ પર અમેરિકન વિજ્ઞાાનીઓ સંશોધન કરી રહ્યા છે અને તેમને તથા તેમના અવકાશયાનને અત્યંત સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે

વિજ્ઞાાનીઓને એવા અસંખ્ય પુરાવાઓ મળ્યા છે જેના આધારે તે દર્શાવે છે કે પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં પરગ્રહવાસી લોકોએ વારંવાર આપણી પૃથ્વીની મુલાકાત લીધી છે. રશિયન વિજ્ઞાાની અને સંશોધક સેઇઝેવ, રેડિયો એસ્ટ્રોનોમિક ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર પ્રો. સ્લોવસ્કી, આધુનિક સ્પુટનિકના પિતા હરમાન ઓબર્થ વગેરે અનેક વિજ્ઞાાનીઓ માને છે કે આપણી પૃથ્વી પર દૂરના તારાઓ પરથી અત્યંત વિકસિત લોકોએ અનેકવાર આગમન કર્યું છે. બર્ટાન્ડ રસેલ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ આ બાબતે હકારાત્મક અભિગમ ધરાવતા હતા.

૧૯૨૨માં જન્મેલા અને ૨૦૦૯માં મરણ પામેલા આર્જેન્ટીનાના સંશોધક વિજ્ઞાાની ડૉ. પેદ્રો રોમાનિક ઉક (Pedro Romaniuk) થકી પણ આ યુફોલોજીના વિષય પર વિસ્તૃત સંશોધન થયું છે. ૧૯૬૯માં પ્રકાશિત થયેલ 'એકસ્ટ્રાટેરેસ્ટ્રિઅલ શીપ્સ એન્ડ ધેર ઇન્કર્શન્સ ટુ અર્થ  (Extraterrestrial Ship and their Incursions to Earth),  ૧૯૭૯માં પ્રકાશિત થયેલા એલિયન્સ, એટોમિક વૉરફેર એન્ડ સાઈકોટ્રોનિક વેપન્સ (Aliens, Atomic Warfare and Psychotronic Weapons)  અને આર્જેન્ટીના, બ્લેસ્ડ લેન્ડ, ફ્લાઇંગ ડિસ્ક્સ ઓન અમેરિકા (Argentina, Blessed Land, Flying Discs on America) નામના તેમના પુસ્તકોમાં તેમણે આ વિષયના અનેક પુરાવાઓ આપ્યા છે.

કેલિફોર્નિયાની જ્હોન.એફ.કેનેડી યુનિવર્સિટીમાં યોજાયેલા બાયો-સાઇકો સિન્થેસિસ લેકચર્સ દરમિયાન તેમણે એ બાબતને લગતું એક રહસ્યોદ્ધાટન કરતાં કહ્યું હતું કે રશિયાને એક એવું 'નર્સ-શિપ' મળ્યું છે જેનું ત્યાંના વિજ્ઞાાનીઓએ ઊંડુ સંશોધન કર્યું છે પણ એ બધું એમણે ગુપ્ત રાખ્યું છે.

એ રીતે અમેરિકાને પણ ન્યૂ મેક્સિકો ક્ષેત્રના અલામો ગોર્ડોમાં આવું અનભિજ્ઞા ઉડ્ડયન યાન(UFO Unidentified Flying Object)   મળ્યું છે. ઉત્તર પશ્ચિમી અમેરિકન વેધશાળાના નિર્દેશક સિલાસ ન્યૂટને અમેરિકન વાયુ ગુપ્તચર કેન્દ્રને એની માહિતી આપી હતી. એમાં એમણે એ પણ જણાવ્યું કે એ અનભિજ્ઞા ઉડ્ડયન યાન (ઊડતી રકાબી)માં દરવાજાની જગ્યાએ એમાંથી બહાર નીકળવા માટે નાના નાના છેદ બનાવવામાં આવેલા છે. એમાંથી એકદમ નાના કદ-આકારના પ્રાણીઓ જ પસાર થઇ શકે એવા છે.

સ્વચ્છ અને સખત ધાતુની બનેલી એ ઊડતી રકાબીમાં નાના કદના છ મૃતદેહો પણ મળી આવ્યા હતાં જે અજ્ઞાાત પ્રાણીઓનો આકાર માનવ આકૃતિને થોડો ઘણો મળતો આવતો છે. એવું લાગે છે કે એ ઊડતી રકાબીના છેદ જેવા દ્વાર બગડી જવાથી પૃથ્વીના વાયુ મંડળીય પ્રભાવથી એમનું મરણ થઇ ગયું હશે.

આ અંતરિક્ષ યાન સૌર શક્તિથી ચાલનારું છે એ પરગ્રહવાસીઓએ કોઈ અજ્ઞાાત ધાતુના પારદર્શક ભૂરા રંગના વસ્ત્રો પહેરેલા છે. એ ધાતુને કોઈ કટરથી કાપી શકાઈ નથી અને જ્વલનશીલ ટોર્ચના અગ્નિથી બાળી પણ શકાઈ નથી. એકદમ નાના કદના એ છ મૃત પરગ્રહવાસી પ્રાણીઓ પર અમેરિકન વિજ્ઞાાનીઓ સંશોધન કરી રહ્યા છે અને તેમને તથા તેમના અવકાશયાનને અત્યંત સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે.

અમેરિકાના ન્યૂહેમ્પશાયરના એક્સેટર ગામ પાસે પોલીસ સાર્જન્ટ યુગિને બદ્રાન્ડ એમની ફરજ પર હતા ત્યાં એકાએક એક કાર આવીને એમની પાસે ઉભી રહી ગઈ એમાંથી એક ગભરાયેલી મહિલા બહાર નીકળી અને એમને કહેવા લાગી - 'મારી કાર પર એક વિશાળ, ગોળાકાર, લાલ રંગની ચમકતી વસ્તુ ઊડતા ઊડતાં સાથે આવી રહી હતી. જાણે તે ઉપર ઉડતા ઊડતાં પીછો કરી રહી હતી એવું લાગતું હતું. હમણાં જ તે એકાએક જંગલ તરફ વળીને અદ્રસ્ય થઇ ગઇ છે.

પોલીસ સાર્જન્ટે વિચાર્યું કે તેને કંઇક ડરને કારણે વિભ્રમ થઇ ગયો હશે. તે એ મહિલાને કંઇ કહે તે પહેલાં તો એની કારના વાયરલેસ કંટ્રોલની ઘંટી વાગી અને એણે વાયરલેસ સંદેશો પ્રાપ્ત કર્યો કે એક વિશાળ, ગોળાકાર, લાલરંગની ચળકતી ઊડતી રકાબી જેવી વસ્તુ રસ્તાઓ પરના અને જંગલની ઉપરના આકાશમાં ઉડતી જોવા મળી છે. ઑફિસર જિની ટોલેન્ડે આપેલો એ સંદેશો સાંભળી બન્દ્રાન્ડે એના સાથીદારોને એમની પેટ્રોલ કાર જંગલ તરફ લઇ જવાનો આદેશ કર્યો. એમને રસ્તામાં ૫૮ વ્યક્તિઓ મળી જેમણે થોડીવાર પહેલાં એ ઊડતી રકાબી જોઈ હતી.

એમાના કેટલાક તો ગભરાઈને છૂપાઈ પણ ગયા હતા અને પોલીસની પેટ્રોલકાર જોઇને બહાર આવ્યા હતા. એમની પેટ્રોલ કાર થોડે આગળ વધી તો તેમને બધાને એમની આંખો સામે એક વિસ્મયજનક દ્રશ્ય જોવા મળ્યું. એક ખેતર તરફથી ૬ ઘોડાઓ ભયાનક ચિત્કાર કરતા દોડીને સામે આવી રહ્યા હતા અને તેમના માથા પર થોડે ઉંચે પેલી ઊડતી : રકાબી જે લાલ રંગે ચળકતી હતી, ઊડી રહી હતી ! યુગિને બદ્રાન્ડે એ તરફ પેટ્રોલ કાર દોડાવી પણ તે ત્યાં પહોંચે એ પહેલાં તો પેલું પરગ્રહવાસીઓનું યાન પાછું ફરીને બધાની નજર સામે જ અદ્રશ્ય થઇ ગયું હતું !'

હેસલબેક, જર્મનીના જંગલના એ ભાગમાં જ્યાં અમેરિકા અને રશિયાની સીમાઓ મળે છે ૧૧ જુલાઈ ૧૯૫૨માં પણ પરગ્રહવાસીઓ એમના અવકાશયાન સાથે જોવા મળ્યા હતા. લગભગ ૮ મીટર જેટલા વ્યાસ વાળી ઉડતી રકાબી જમીન પર ઊભી હતી. એની પાસે ચળકતા વસ્ત્રો પહેરેલા વિચિત્ર દેખાવવાળી બે અત્યંત નાના કદના પરગ્રહવાસીઓ ઊભા હતા.

તે જમીન પરથી કશું લેવાનો પ્રયત્ન કરતા હતા, એ વખતે ત્યાં નો નિવાસી એક ખેડૂત તેની ૧૧ વર્ષની પુત્રી સાથે તે જગ્યાએથી પસાર થઇ રહ્યો હતો. તે ગભરાયા વગર તેમની સામે ચાલવા લાગ્યો. એને જોઇને તે પરગ્રહવાસીઓ એમના અવકાશયાનમાં બેસી ગયા હતા અને ઘડીના છઠ્ઠા ભાગમાં એમનું અવકાશયાન અંતરિક્ષમાં વિલીન થઇ ગયું હતું !

૩ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ કેલિફોર્નિયાના સાન્તા આના પાસેથી પેટ્રોલ ઓફિસર, રોડ નિરીક્ષણ રેક્સ હેફલિન પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક ઊડતી રકાબી જેવું યાન ડાબી તરફથી આવ્યું અને રસ્તા પર ચક્કર લગાવવા માંડયું. હેફલિને તેની કાર અટકાવી દીધી અને દૂરથી આ દ્રશ્યો જોવા માંડયા.

જાણે કશું શોધતું હોય એમ એ યાને રસ્તા પર ચક્કર માર્યા પછી તે જમણી તરફ વળી ગયું અને ખેતરો પર ચક્કર મારવા લાગ્યું. રેક્સ હેફલિને તેના કેમેરાથી એ અનભિજ્ઞા ઉડ્ડયન યાન (ેંર્ખં) ના ફોટા પણ પાડી લીધા. એ ફોટા એ વખતના ન્યુઝ પેપર્સ અને મેગેઝિનોમાં પણ છપાયા હતા. આવી તો અનેક ઘટનાઓ નોંધાયેલી છે જે એ વાતનો પુરાવો આપે છે કે પરગ્રહવાસીઓ એમના અવકાશયાનોમાં અવારનવાર આપણી પૃથ્વીની મુલાકાતે આવે છે !

Tags :