સહિયર સમીક્ષા - નયના
મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારી પ્રેમિકાની ઉંમર ૧૭ વર્ષ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે હવે તે ગર્ભવતી છે.મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારી પ્રેમિકાની ઉંમર ૧૭ વર્ષ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે હવે તે ગર્ભવતીત છે. તેને ચાર મહિના થયા છે. જ્ઞાાતિ અલગ અલગ હોવાથી લગ્ન કરવાની મંજુરી અમારા પરિવારજનો આવે તેમ નથી આ ઉપરાંત તેની ઉંમર કારણે કોર્ટ મેરેજ પણ શક્ય નથી મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
- એક યુવક (સોજીત્રા)
* તમારી પાસે લગ્ન કરી લેવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આ તબક્કે ગર્ભપાત કરાવવાનું જોેખમ લેવા જેવું નથી. ગર્ભ નિરોધક સાધન વાપર્યાં સિવાય સમાગમ કરીને તમે જોખમ ઉઠાવ્યું છે તો હવે તમારે એનો સામનો કરવો જ પડશે. આ પરિસ્થિતિમાં તમારી પ્રેમિકાને તમારા સાથની જરૂર છે આથી તમારી જવાબદારી સામેથી મોં ન ફેરવી લેતા તેની પડખે ઊભા રહી તેને સાથ આુપો અને સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરો. તેની સાથે લગ્ન કરવાની તમારી ફરજ છે આથી પરિવારજનોને આ વાત જણાવી સાથે મળીને નિર્ણય લો.
મારી ઉંમર ૧૫ વર્ષની છે. મેંહાલમાંજ એસ. એસ. સી. ની પરીક્ષા આપી છે. મારી ઈચ્છા ડોકટર બનવાની છે. પરંતુ મારા પિતા ચાર્ટર્ડ એકાઉન્ટ હોવાથી તેઓ મને સી.એ. બનાવી તેમની સાથે કામ કરવા માટે દબાણ લાવી રહ્યા છે. હું તેમની લાગણી દુભાવવા માગતી નથી. પરંતુ પાછળથી મારા આનિર્ણય માટે પસ્તાવો થાયતોશું કરવું?યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક કન્યા (મુંબઈ).
તમેતમારા પિતાની લાગણીની કદર કરો છો એ વાત સારી છે પરંતુ તમારે એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે હજી તમારી જિંદગી શરૂ કરી રહ્યા છો અને અત્યારે તમે જે નિર્ણય લેશો તે લાંબે ગાળે તમારી કારકિર્દી અને જીવન માટે મહત્ત્વનો છે. આથી તમારે લાગણી ઉપર કાબુ મેળવી બુદ્ધિપૂર્વક નિર્ણય લેવો જોઈએ. તમને ભલે દુ:ખ થતું હોય પરંતુ મન કઠણ કરી તમારે તમારા પિતા સાથે આ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ અને તેમને મુક્ત મને તમારા મનની ઈચ્છા જણાવી દેવી જોઈએ. એક પિતા તરીકે તેઓ તમારી ઈચ્છા અને લાગણી જરૂરથી સમજી શકશે. તેમને દુ:ખ જરૂર થશે પરંતુ તમારા ઉજળા ભવિષ્ય માટે તે તમારો નિર્ણય માન્ય રાખશો એ વાતમાં શંકા નથી.
મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મને ત્રણ બાળકો પણ છે. પરંતુ હમણાં હમણાં મને અમારા લગ્નજીવનમાં ક્યાંક કશુંક ખૂટતું હોવાનો અનુભવ થયા કરે છે. મારા પતિને લાગે છે કે આ તબક્કો જલદીથી પસાર થઈ જશે. પરંતુ મારું મન માનતું નથી. કેટલીક વાર મને છૂટાછેડા લેવાનો પણ વિચાર આવી જાય છે. અમારી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં રહે છે. હવે તો મને સેક્સમાં પણ રસ રહ્યો નથી. મારે શું કરવું તે સમજાતું નથી.
એ ક પત્ની (વાપી)
મારી સલાહ અનુસારતમારે કોઈ મેરેજ કાઉન્સિલરની સલાહલેવી જોઈએ અથવાતો સાથે બેસી મુક્ત મને ચર્ચા કરી મનમેળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારા આ નિર્ણય પર તમારો તેમજ તમારા બાળકોના ભવિષ્યનો આધાર છે. તમારા લગ્નને હજુ પાંચ વર્ષ જથયા છે એમાં તમે ત્રણ સંતાનોની માતા બની ગયા છો અને સંતાનોની ઉંમર પણ નાની હશે. આમ ઉપરાછાપરી સુવાવડ આવવાને કારણે માનસિક તાણ ઉત્પન્ન થવાને લીધે આમ થવું શક્ય છે. આ ઉપરાંત એટલે હાથે ત્રણ-ત્રણ બાળકોને ઉછેરવા એ પણ સહેલી વાત નથી જે નિર્ણયલોતે ચારે બાજુથી વિચારીને એક-બે વડીલ વ્યક્તિઓની સલાહ પછી જલેજો.