Get The App

ચલ ઉડ જા રે... .

થોડામાં ઘણું - દિલીપ શાહ

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
ચલ ઉડ જા રે...               . 1 - image


'યાર, આજે કેમ મૂડ ઉડી ગયો હોય એમ ચહેરાનો ઇન્ડેક્ષ બતાવી રહ્યો છે. મનગમતા પાત્રના ચહેરાનું દર્શન થતાં જ થાક ઉડી જતો નથી ? 'ઉડી' ગયાનું ક્રિયાપદ શિક્ષણમાં વિલનનું કામ કરે છે. 'ભઇલો, કેટલા વિષયમાં ઉડી ગયો...?

ઉ ડવું... ઉડ્ડયન... ઉડાન... ફ્લાઇટ ગગનવિહાર... નભ-ભ્રમણ, અંતરિક્ષ યાત્રા જાણે વણખેડેલી ભોમ પર યૌવન માંડે આંખ. ધરતી ઉપર ચાલતા, દોડતા, આળોટતા, ગબડતા,... અરે લડતા માણસ ધરાઈ ગયો પછી નજીકમાં લોભ કર્યો પાણીમાં ડૂબકી... છબછબિયાં, તરતા શીખ્યો. પાતાળ લોકોની કલ્પના પણ મરજીવા બની હાથવગી કરી.

શીટા ઉપર ગગન વિશાળ ફરી શરૂ જિજ્ઞાાસાની નિશાળ ! રાઈટ-બ્રધર્સે પંખીને ઉડતા જોઈ વિચાર્યું હશે કે ક્યાં સુધી ગ્રંથોની પવનપાવડીને વાગોળ્યા કરવી. પ્લેન, જંબો જેટ, મીગ, સુપર સોનિક ગગન-ગાડીઓએ અંતરિક્ષનાં રહસ્યોને 'સીમ સીમ ખૂલ જા'નો પડકાર આપી દીધો. પછી તો ૧૯૫૭નાં 'સ્પુટનિક'નાં શ્રીગણેશથી ચંદ્રયાન-ટુ... વિક્રમ લેન્ડરનાં ઉડ્ડયનો ગતિ-પ્રગતિનાં માપદંડ થઇ ગયા...'હવા મેં ઉડતા જાયે મેરી લાલદુપટ્ટા મલમલકા...' ગીતથી ઉડવાના ક્રિયાપદનું માર્કેટીંગ શરૂ થઇ ગયું.' પંછી બનુ, ઉડતી ફિરું મસ્ત ગગનમેં...આઝાદીની લહરનું ગઠબંધન ઉડાન સાથે થઇ ગયું.

'ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી... પછી કુંવારી કન્યાઓનાદિલ ડોલે જ ને ? 'પંખ હોતી તો ઉડ આતી મૈં... માશૂકાનો મેસેજ ઇન્સ્ટન્ટ પડઘો પાડી ગયો ને ? 'તીતલી ઉડી... ઉડકે ચલી... પછી ભમરાં સખણાં રહે ? આમ ગીતકારની કલ્પના પણ ઉડીને ઉડાનમાં જ ભળી ગઈ ને ! 'યાર, આજે કેમ મૂડ ઉડી ગયો હોય એમ ચહેરાનો ઇન્ડેક્ષ બતાવી રહ્યો છે. મનગમતા પાત્રના ચહેરાનું દર્શન થતાં જ થાક ઉડી જતો નથી ? 'ઉડી' ગયાનું ક્રિયાપદ શિક્ષણમાં વિલનનું કામ કરે છે.

'ભઇલો, કેટલા વિષયમાં ઉડી ગયો...? વડીલોની ઘરમાં થતી પૂછપરછ ઠોઠ, ડફોળ, ગમાર... વિશેષણોને એક્ટીવ કરતાં રહે છે. (યાદ આવ્યું ?) કુદરતી ઝંઝાવાત, આંધી, ડમરી, વંટોળિયા વખતે હવામાન ખાતું ગરીબોનાં ઝૂંપડાનાં છાપરાં 'ઉડી' જવાની આગાહી કરવાનું ચૂકી નથી જતા ? તણખલા, કાગળનાં ડૂચા પ્લાસ્ટીકના પાઉચ (ઘૂસણખોરીઆ) નાસ્તાનાં ખાલી પડિયા ડમરીમાં ઉડે ત્યારે એકબીજા સાથે મેરેથોનમાં ઉતર્યા હોય એમ લાગે.

કંપનીના નાના મોટા હિસાબ જ્યારે અનુભવી આંખો 'ઉડતી' નજરે જોઇ લે (... તપાસી લે ?) ત્યારે એકાઉન્ટન્ટનું બી.પી. વધઘટ થતું રહે છે. સુંદર મોતીના દાણા જેવું લેખન કાર્ય ઉડીને કેવું આંખે વળગે છે ! ઉતરાણમાં 'ઉડવા'નો જથ્થાબંધ વેપાર પતંગની મોનોપોલી બતાવે છે.

મોડી સાંજની ટુક્કલ પણ કેન્ડલ-માર્ચ કરી ઉડાનની જાહોજહાલી જાળવી લે છે. જૂના પ્રસંગોમાં લંકાદહન માટે ઉડતા હનુમાનજીને જોઈ બાળપણની જિજ્ઞાાસા મંજાતી રહે છે. 'માંગ માંગે તે આપું... તપ કર્યા પછી પ્રસન્ન થયેલા પ્રભુ જ્યારે ભક્તને પૂછે ત્યારે બાલસુલભ મન આપણને ઉડી શકાય એવી પાંખોનું વરદાન માંગવા અધીરું થઇ જાય છે... લખવું છે તો હજી ઘણું... પણ પ્રકાશનો વીજળીનો બલ્બ 'ઉડી' ગયો એમ લાગે છે !' (વિચારોનાં પતંગની ઉડાઉડ પર લો બાન આવી ગયો !)

મરી મસાલા

શૈલન્દ્રજી પણ ઠાવકા થઇ સલાહ આપે છે... 'કોઇ તો રોકો દીલકી ઉડાન કો... આજ ફીર જીનેકી તમન્ના હૈ'

Tags :