ચલ એસા કી હર પલ ચમક ઉઠે...
દોબારા દોબારા - અલતાફ પટેલ
નમ્રતાથી સાદું જીવનાર કોઈ ઘરમાં કદી માંદુ પડે નહિ... માંદુ ન પડે એટલેથી જ વાત અટકતી નથી અરે સાચું પૂછો તો એમને ચાંદુ પણ ના પડે... ભલે ઉચ્ચ પકવાન જમો પણ સૌ આગળ નમો તો સૌ તમારી આગળ નમશે...
ઉંચા ઉચા સબ ચલે નીચા ચલે ન કોઈ
નીચા નીચા સબ ચલે ઉચા ઉચા હો જાઈ - સંત કબીર
બધાને ઉચા ઉચા જ ચાલવું છે... છળ કરીને બીજાને પાછળ પાડીને આગળ વધી જવું છે... પોતાનાથી કોઈ આગળ વધી જાય તો ઉંઘ ઉડી જાય... બેચેન તો એટલો બની જાય કે ચાલતી ગાડીએ ધુતારો ગળાની ચેન ખેચી જાય તેનું પણ ભાન રહે નહિ... નીચા નમવું એ ઉચતાની નિશાની છે એમ જાણતો હોવા છતાં નીચતાનો નશો તેનાથી છૂટે નહિ... ધનિક તો એ મદમાં જ રાચતો હોય કે તેનાથી કદમાં બધા નાના... રજ રજમાં એની છાતી ફૂલે... કોઈ ઉચા અવાજે વાત કરે તો લાત મારતાય અચકાય નહિ... પણ સામાન્ય એટેક આવતા જ ઢીલો પડે... દાન દક્ષિણા આપવા ઉત્તર દક્ષીણ બધા યાત્રાધામો ફરી વળે... આવા એકાદ નહિ સમાજમાં, દેશમાં અનેક નબીરા નજરે ચઢે... જો ભૂંડ જેવો તુંડ મિજાજ ત્યજીને, ઘમંડને ધરબીને જીવવાનું શરૂ કરે તો ખરેખર ન માણી કે ન જાણી હોય એવી શાંતિ ને તૃપ્તિનો આનંદ મળે... વૃંદાવન જેવા શીતલ બંગલાઓ છોડીને બહાર પીકનીકોમાં ભટકવું ન પડે... નમ્રતાથી સાદું જીવનાર કોઈ ઘરમાં કદી માંદુ પડે નહિ... માંદુ ન પડે એટલેથી જ વાત અટકતી નથી અરે સાચું પૂછો તો એમને ચાંદુ પણ ના પડે... ભલે ઉચ્ચ પકવાન જમો પણ સૌ આગળ નમો તો સૌ તમારી આગળ નમશે... ક્ષણભંગુર જીવનને ભંગાર જેવું જીવવામાં તે શી મજા...
ચલ એસા અલતાફ કે સબ સાથ ચલનેકો આમાદા હો જાય
રુક ઈતના નર્મીસે કી ઝુકને કો લોગ તેરા ઈન્તેઝાર કરે...