જિંદગીસે બડી સઝા હી નહીં, ઔર ક્યા ઝુર્મ હૈ પતા હી નહીં
જિંદગી મૌત તેરી મંઝીલ હૈ, ઇસ્કે સિવા કોઈ રાસ્તા હી નહીં...
- ક્રિશ્ન બીહારી (નુર) લખનૌ (૧૯૨૬-૨૦૦૩)
કોઈ એમ પ્રેમથી કહે કે આ જીવનમાં તો મજા જ છે મજા કોઈ સજા જ નથી.. કોઈ દુ:ખ જ નથી એમ કહેનાર નર કે નાર સમજી લેજો એ સાચું બોલવા ટેવાયેલ નથી... શાયરનું માનવું છે કે આ જીવન મળ્યું છે તે એક તુ માન કે ન માન પણ સજા સમાન જ છે.... પગલે પગલે દુ:ખ ને યાતનાો ટાંપીને બેઠી છે... જીવનને આ આકરી શિક્ષા કેમ મળી તેની ખબર જ પડતી નથી... કોઇ જાણતું નથી. જીવનનો છેવટનો લક્ષ્યાંક તો મૃત્યુ જ છે એ સિવાય કોઇ રસ્તો પણ ક્યા છે...?
સચ બઢે યા ઘટે, તો સચ રહે નહીં, જુઠકી તો કોઈ ઇન્તેહા હી નહી
ચાહે સોનેમેં જડ દો, આઇના જુઠ બોલતા હી નહીં...
સત્યને ધારો તેમ વધારો કે ઘટાડો પણ તેથી સત્ય રહેતું નથી... સત્યની ચમક ઓસરી જવાની.. સાચું હોય ત્યાં કાચુ કપાય તે તો શીદને ચાલે ? પણ બીજી બાજુ અસત્યની તો કોઇ હદ જ નથી... કોઈ સીમા જ નથી.... જુઠ્ઠા લોકો એક બીડીના ઠુંઠા માટે પણ જુઠુ બોલતા શરમાતા નથી... જુઠ્ઠા ને લુખ્ખા લોકોને ગમે તેટલા મુક્કા મારો કે ધક્કા મારો એમની લત એમની અસલીયત એમને સાચું બોલવા દે જ નહીં.. દર્પણને તમે હીરામાં કે સોનામાં જડી દો તેને કોઈની કશીજ પડી નથી એ તો સાચું દેખાડીને જ જંપશે...
જીસ્કે કારણ ફસાદ હોતે હૈ ઉસ્કા કોઈ અતાપતા હી નહીં
ધનકે હાથોં બીકે સબ કાનૂન, અબ કીસી જુર્મ કી સજાહી નહીં...
શાયર કહે છે કે ઝગડા, ફસાદ (a noisy riotous fight) ચકરાવે ચઢે પછી શા માટે આમ થયું, કોણે કેટલો ભાગ ભજવ્યો, કોની મેલી મુરાદે માઝા મૂકી તેની છેવટ સુધી ખબર પડતી જ નથી... બધા એક બીજા દોષ ઢોળે ને કટકી લઇને છટકી જાય.. પૈસા લુટાવીને, પટાવીને કાયદાને ઘોળી પી જનારાઓ માટે હવે કોઈ ગુનાની જાણે સજા જ નથી... ગુનેગારો સીફતથી ઇજ્જત બચાવીને લીજ્જત માણી રહ્યા છે... ત્યારે એમ જ લાગે છે કે ગીધડાં લાશ ચૂંથી મીજબાની માણી રહ્યા છે...
સચસે બહુત વાકીફ હું અલતાફ પૈરોંમે મગર ઝોર કહાં ?
ઉસ્કો જરુરત થી મેરી ગવાહી કી મેં હુવા મગર ખડા હી નહીં...


