સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ
- ચંદુભાઈ શામજીભાઈ ગોહિલ (ધોરાજી)
-એમાં જે ગળે ઊતરે એ સાચું માનવાનું ! ગળે ન ઊતરે એ જૂઠ! વધુ જાણકારી માટે નેતાઓનાં સંપર્કમાં રહો !
- હારૂન ખત્રી (જામખંભાળિયા)
-નેતા અને ગરીબ ? સરનામુ આપશો ? અમારે એને સલામ કરવા જવું છે ?
- મૌલિક અંધારિયા (ભાવનગર)
-ઉપાય પ્રજાના હાથમાં છે પણ એ માટે પ્રજામાં જાગૃતિ અને રાષ્ટ્રીય કક્ષાનું અખંડ સંગઠનબળ હોવું જરૂરી છે !
- છોટુભાઈ પરમાર
- દંડ માટે સરકાર સત્તા અને પાવર વાપરે છે એમ સારા રસ્તા માટે પ્રજાએ પણ પોતાની સત્તા અને પાવરનો પરચો દેખાડવો પડે ! દરેક ટ્રાફિક સિગ્નલ પાસે બેત્રણ હજાર વાહનોનો ઢગલો કરી આપવા જેટલું પ્રજામાં સંગઠનબળ જરૂરી છે.
- નાનુભાઈ મગનભાઈ
- સાઇકલ ચલાવનારને પર્યાવરણની રક્ષા કરવા બદલ હાર પહેરાવવો જોઇએ.
- ચાનપા રાજ સિંઘાનિયા (મીઠાપુર)
- મળશે. એ માટે બુકિંગ માટે એડવાન્સ સાઇનિંગ એમાઉન્ટ રૂ. ૧૨૦૦ કરોડ રોકડા ભરવા પડે !
- બચુભાઈ સોની (ધોરાજી)
-એ માટે સત્તાધિશો વરસના વચલા દા'ડે થોડી હોહા કરીને શાંત થઇ જાય છે.
- ઇસુબભાઈ મનસુરી (મહેસાણા)
- કોઈ ઉપાય નથી. ખેતીથી માંડીને દરેક ક્ષેત્રે પગાર વધારો, લેબર ચાર્જ વધ્યા છે. આમ ઉત્પાદન ખર્ચ વધતું જ રહે છે. ઉત્પાદન ખર્ચના હિસાબે કિંમતો નક્કી થાય છે.
- અવધેશ ક્ષત્રીય (અમદાવાદ)
-જંગલમાં મહેમાનગતિ માણવા જાય અને અપ્સરાઓ પીરસવા આવે એવું તપોબળ એમનામા ન હોવાથી ન છુટકે સંસારમાં આવવું પડે છે !
- મણિરામભાઈ (ખંભાડા, જિ. બોટાદ)
- આ અંગે કોઈની પાસે અનુભવ કે પુરાવા નથી ! ચમત્કારો થાય છે. પણ તે ઢોંગી બાપુઓના નહિ, વૈજ્ઞાાનિકો દ્વારા થતા ચમત્કારને અમે સ્વીકારીએ છીએ !
- રસિક પઢિયાર (લાઠી સિટી)
- સરહદ પર માણસ કપાય છે. ઉત્તરાંચલમાં દેશની ૬૦ કિલોમીટર જમીન ચીને કાપી લીધી છે. બધી જ જગ્યાએ કાપાકાપ ચાલે છે. ચૂંટણીમાં ઉમેદવારો કપાય છે !
- મનોજ એમ. ઝાલા (કઠોડા)
- ત્રણે કાળ માનવજીવનનો અગત્યનો હિસ્સો છે ! ભૂતકાળ કશા કામનો નથી એમ કહેનાર ના સમજ છે ! ભૂતકાળની ભૂલો અને ઠોકરો વર્તમાનમાં આપણને ચેતના પૂરી પાડે છે. ભવિષ્યકાળ વિશે કશું નિશ્ચિત નથી પણ એ આપણા જીવવા માટેના ઉમળકાને જાળવે છે. જીવવાનું તો વર્તમાનમાં જ હોય છે. પણ વર્તમાનનું આયુષ્ય કેટલું ? તમે વાત કરો એટલે બોલાઈ ગયેલો શબ્દ ભૂતકાળ બની જાય છે ને હવે બોલાશે એ શબ્દ ભવિષ્યકાળ છે. આ બે શબ્દો વચ્ચેનું પોલાણ એટલે વર્તમાન !
- અંબરિશ ડી. મહેતા (અમદાવાદ)
- ભણેલો ઓળખાઈ જાય, અભણને ઓળખવો મુશ્કેલ છે. એના મનમાં શું ચાલે છે, એ તમને કળાવા ન દે ! અને બીજું, બધા જ ભણેલા બુધ્ધિશાળી હોય ને બધા જ અભણ ડફોળ હોય, એવી માન્યતા રાખનાર સૌથી વધુ અભણ ગણાય!
- કિયાન ભાવેશ કાનાબાર (રાજકોટ)
- મનમંદિરમાં !
- સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)
- હાય હાય યે મજબૂરી ! યે મોસમ ઔર યે દૂરી ! તેરી દો ટકીયોકી નોકરી ને મેરા લાખોં કા સાવન જાયે...!
- નટવરલાલ ટી. મણિયાર (મુંબઇ)
- સુખની કોઈ વ્યાખ્યા નથી ! કેટલાક લોકો પગના ચપ્પલ ખરીદીને પણ સુખી થઈ જતા હોય છે. કોઇને એક ઝૂંપડું બાંધવાની જગ્યા મળે તો ય એને સુખની અનુભૂતિ થાય. સુખની કોઈ હદ નથી ! જે વસ્તુ પામી ન શકાય એને જતી કરવાની ઉદારતા સૌથી મોટું સુખ !
- દર્શન નાયક (વડોદરા)
- એ લોકો સેવા માટે નહિ, મેવા માટે નેતા બનતા હોય છે ? પૈસા માટે પાટલી બદલે છે. એ લોકોને અહિ જ ચરી ખાવા છે ? સરહદ પર જશે તો પાટલી બદલીને પડોશી દેશ સાથે નહિ ભળી જાય એની શી ખાતરી ?
- રવીન્દ્ર નાણાવટી (રાજકોટ)
- કેમભાઈ ! ગુજરાત સમાચારની બાજુમાં ઘર લેવાનો વિચાર છે કે શું ?
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું:
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.