ઓર્લોન્ડો બ્લૂમ સિંગર કેટ્ટી પેરી સાથે લગ્ન કરવા બન્યો આકુળવ્યાકુળ
ઈચ્છે છે કે કેટ્ટી એના સંતાનોની માતા બને
હોલીવૂડના દમદાર અભિનેતા ઓર્લોન્ડો બ્લૂમીએ કહ્યું કે એ હવે વધારે રાહ જોઈ શકે એમ નથી અને સિંગર કેટ્ટી પેટ્ટીને પરણવા તત્પર છે. એ કેટ્ટી પેરી પાસેથી સંતાનો પણ ઈચ્છે છે. ઓર્લોન્ડો એક્સ પત્ની મિરાન્ડા કેર થકી આઠ વરસના બાળકનો પિતા છે. પણ હવે એ કુટુંબનું વિસ્તરણ ઈચ્છે છે. કેટ્ટી પેરી એના સંતાનોની માતા બને એવી એવી ઝંખના પૂરી કરવા માંગે છે. આ ૪૨ વરસીય અભિનેતાએ સ્વીકાર્યું હતું કે એ એવા વ્યવસાયમાં છે જેમાં સંબંધ ટકાવી રાખવા એ એક પડકાર છે.
બંનેએ સગાઈ કરી છે અને એ અગાઉથી રીલેશન શીપમાં છે પણ હવે ઓર્લોન્ડો કેટ્ટી પેરી જીવનસંગિની બનાવવા બહાવરો અને વ્યાકુળ બન્યો છે.