ઓફિસ શિસ્તતા .
ઓફિસમાં ઘણી વખત એવુ ંબનતું હોય છે કે, પ્રમોશનનો સમય આવે ત્યારે બીજું કોઇ બાજી મારી જતું હોય છે. ત્યારે અન્યો પર બળાપો કાઢવા સિવાય કોઇ રસ્તો હોતો નથી. આમ ન થાય માટે કાર્યસ્ળે દરેક શિસ્તનું પાલન થાય છે કે નહીં તે જોવું ખાસ મહત્વનું છે અને જો એમાં કાંઇ ત્રૂટી રહી જતી હોય તો, તેને સુધારવાની જરૂર છે.
મોડા પહોંચવાની તેમજ કામ સમયસર ન કરવાની આદત
કોઇને કારણ આગળ ધરીને મોડા પહોંચવાની આદત તેમજ સમયસસર કામ પુરુ ન કર્યાની ટેવ પ્રમોશનમાં બાધા બની શકે છે. એક કંપનીની પર્સનલ વિભાગની અધિકારીએ જણાવ્યું હતું કે, સમયસર ન આવનારા કર્મચારીથી આખી ટીમની પ્રોડક્ટિવિટી પર અસર પડે છે.
વધુ પડતી રજા
ઓફિસમાં વારંવાર રજા લેનાર કર્મચારીના કામની નોંધ લેવામાં આવતી હોતી નથી. તેની આ કુટેવ તેના પ્રમોશનને આડે આવે છે.
દૂરદર્શિતાની કમી
ઓફિસના કામને ટાળવાની અને નવા આઇડિયાની કમી હશે તો મેનેજમેન્ટ પ્રમોશન આપશે તે આશા ઠગારી નીવડશે.
ઓફિસ વર્તુળ અને ગોસિપ
ઓફિસના કર્માચારીઓ સાથે મિત્રતા કેળવવી એ એક વાત છે, અને તેઓ સાથે મળીને ગોસિપ કરી ઓફિસના અન્ય કર્મચારીઓ અને મનેજમેન્ટ વિશે ટીપ્પણીઓ કરવાની આદત પગાર વધુ મેળવવામાં બાધા ઉત્પન્ન કરે છે. આવી આદતને કારણે ટીમનો ઉત્સાહ મંદ પડી જાય છે. તેમજ અહંકાર અન ેલાલચ વધે છે. આવી પ્રવૃતિ એમ્પોઇઝને એક-બીજા સાથે કામ કરવાની બદલે એકબીજા વિરુદ્ધ કામ કરવા પ્રોત્સાહિત કરી શકે છે.
નવા આઇડિયાસને અમલમાં ન મુકવા
એક સંસ્થા કે કંપની સાથે થોડા વરસો કામ કર્યા પછી રૂટિનમાં કામ થાય એ બરાબર છે, છતાં પણ બદલતા સમય અને આધુનિકતાને ધ્યાન રાખીને બિઝનેસના ફાયદા માટે નવા વિચારો અમલમાં મુકવા અને સુઝાવ આપવા જરૂરી છે.
- સુરેખા